ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, સામે આવી ચોંકાવનારી વિગતો
ગુજરાત એટીએસ દ્વારા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદઃ ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસીની ટીમે હત્યા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં મહમદ રમીઝ સલીમભાઈ સેતા, મહંમદ હુસેન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી.

તમને જણાવી દઈએ કે 25 જાન્યુઆરી, 2022ના રોજ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા બાદ 28 જાન્યુઆરીએ હત્યાના આરોપી શબ્બીરને ઝડપી લેવામાં આવ્યો હતો. શબ્બીરની પૂછપરછમાં બે મૌલાનાના નામનો પણ ખુલાસો થયો હતો. જેના પગલે અમદાવાદનો મૌલાના અયુબ અને દિલ્લીના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીસે કમર ગની ઉસ્માનીની પૂછપરછ કરી તેમાં નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.
દિલ્લીનો મૌલાના કમર ગની ઉસ્માની ગુજરાતમાં ઘણી વાર આવી ચૂક્યો છે. અમદાવાદના ચંડોળા તળાવ અને શાહઆલમમાં તે સક્રિય હતો. ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા તે લોકો સુધી પહોંચાડતો હતો. કમર ગની ગોમતીપુર, દાણીલીમડા, ચંડોળા, શાહઆલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો. મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા. કમરગનીએ લીગલ વાતોના નામે એસઓપી બનાવી હતી. કમર ગનીની ચોંકાવનારી વાતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ ગુજરાત એટીએસ આવી છે. સેન્ટ્રલ આઈબી સાથે હવે એનઆઈએ પણ તપાસમાં જોડાઈ ચૂકી છે.












Click it and Unblock the Notifications
