Lok Sabha Election 2024 : રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા, 21 માર્ચે છોડી હતી કોંગ્રેસ
Lok Sabha Election 2024 : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ ગત મહિને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ રોહન ગુપ્તા આજે નવી દિલ્હીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા હતા.
કોંગ્રેસ પાર્ટીએ રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી તેમના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ તેમણે તેમના પિતા, કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા રાજકુમાર ગુપ્તાની ગંભીર તબિયતને કારણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો.
રોહન ગુપ્તા કોંગ્રેસ પાર્ટીમાં આઈટી સેલના વડા તરીકે પણ સક્રિય હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રોહન ગુપ્તા 21 માર્ચના રોજ રાજીનામું આપ્યું હતું.

રોહન ગુપ્તા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
અત્રે નોંધનીય છે કે, ડૉ. જહાંઝૈબ સિરવાલ અને ભૂતપૂર્વ IAS પરમપાલ કૌર પણ રોહન ગુપ્તાની સાથે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
