ગુજરાતના મતદારોને Rapido ભેટ, મફતમાં કેબ બુક થશે
Lok sabha Election 2024: રેપિડો એક કોમ્યુટ એપ છે. રેપિડો દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી કાર્યાલયના સહયોગથી સવારી ઝિમ્મેદાર કી પહેલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રેપિડો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તે 07મી મે, 2024ના રોજ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને આણંદ જેવા મોટા શહેરોને સમાવીને સમગ્ર ગુજરાતના મતદારોને મફત બાઇક ટેક્સી રાઇડ આપશે.
રેપિડોએ એક રીલીઝમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના દિવસે, મતદારો VOTENOW કોડનો ઉપયોગ કરીને Rapido એપ્લિકેશન પર મફત રાઈડનો લાભ લઈ શકે છે, અને તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કર્યા પછી ઘરે જવા માટે મફત રાઈડ મેળવી શકે છે.

આ પહેલનો ઉદ્દેશ્ય રહેવાસીઓના મતદાન અધિકારોને સરળ બનાવવા અને વધુ સમાવેશી ચૂંટણી પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રયાસ રેપિડોના રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ સાથે સંરેખિત છે, ચૂંટણીના દિવસે મફત રાઇડ્સ પ્રદાન કરવા માટે 100 થી વધુ શહેરોમાં 10 લાખથી વધુ કેપ્ટનોને તૈનાત કરે છે.
રેપિડોના સહ-સ્થાપક પવન ગુંટુપલ્લીએ જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને આણંદ શહેરોના દરેક મતદાર ભારતીય સામાન્ય ચૂંટણી 2024માં પોતાનો મત આપીને તેમની નાગરિક ફરજ પૂરી કરી શકે, તે માટે અમે આ પહેલ કરી રહ્યા છીએ.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આ અંગે જણાવ્યું હતું કે, રેપિડો અને ગુજરાતના મુખ્ય ચૂંટણી કાર્યાલય વચ્ચેની ભાગીદારી વધુ સમાવિષ્ટ અને ગતિશીલ લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે અમારી સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.












Click it and Unblock the Notifications
