Ahmedabad: સ્પાઈસજેટે અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ સ્થગિત કરી, જાણો કારણ
Ahmedabad: ચોમાસા દરમિયાન એરક્રાફ્ટ લીઝ કોન્ટ્રાક્ટનું નવીકરણ ન કરવા અને મુસાફરોના ઓછા ટ્રાફિકને કારણે સ્પાઈસજેટે અમદાવાદથી દિલ્હીની તેની સવારની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે.
ફ્લાઇટજેટની સવારે 5:40 વાગ્યે ઉપડનારી ફ્લાઈટ આજથી શરૂ થતા આગામી ચાર દિવસ સુધી ઓપરેટ થશે નહીં. એડવાન્સ બુકિંગવાળા મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે.
સ્પાઇસજેટે લીઝ પર લીધેલા એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે, વરસાદની મોસમમાં પેસેન્જર લોડ ફેક્ટર ઓછું હોય છે. એરલાઈન્સને પણ એરક્રાફ્ટની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
જેના પરિણામે, એરલાઈને તેની બુકિંગ સિસ્ટમમાંથી ફ્લાઈટ હટાવી દીધી છે. રદ કરવામાં આવેલી સેવા અમદાવાદ-દિલ્હી રૂટ પરની એકમાત્ર સ્પાઈસજેટ સેવા હતી.

સ્પાઈસજેટની અમદાવાદથી બાગડોગરા અને મુંબઈની ફ્લાઈટ પણ આજે રદ કરવામાં આવી છે. જોકે ગોવા અને દુબઈની ફ્લાઈટ્સ ચાલુ છે. જ્યારે ગોવાની ફ્લાઈટ સમયસર હતી, દુબઈની ફ્લાઈટ મોડી પડી છે.
સૂત્રો સૂચવે છે કે, ફ્લાઇટ સસ્પેન્શન શરૂઆતના ચાર દિવસથી વધુ લંબાવી શકે છે. પરિસ્થિતિના આધારે એરલાઇન કદાચ દસ દિવસ સુધી ફ્લાઇટ ચલાવી શકશે નહીં.












Click it and Unblock the Notifications
