For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આદિવાસી સત્યાગ્રહ આંદોલનના પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત

ગુજરાત આદિવાસી સત્યાગ્રહ આંદોલનના પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ એક તરફ વિધાનસભાનુ બજેટ સત્ર તેના અંતિમ તબક્કામાં છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ આદિવાસી સંમેલન ભરીને વિરોધનો વંટોલ ઉભુ કરવા જઈ રહ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ભાઈઓની જમીન સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ નેમ કરી લીધી છે જેની સામે આ સમાજને પૂરતુ વળતર પણ મળ્યુ નથી ત્યારે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે સંમેલન રાખ્યુ છે જેને લઈને પોલિસ એલર્ટ થઈ ગઈ છે.

adivasi

મહિલા દિને ગુજરાતમાં મહિલા પર થથા અત્યાચારોને લઈને મહિલા કોંગ્રેસ ગાંધીનગરમાં ધરણાં કરીને વિધાનસભાવો ઘેરાવો કરવા જઈ રહી ગતી ત્યારે પોલિસ સાથે ઘર્ષણનો બનાવ બન્યો હતો અને તેના પડઘા વિધાનસભામાં પણ પડ્યા હતા ત્યારે હવે કોંગ્રેસ આદિવાસીઓને થતા અન્યાય સામે વિરોધ કરવા સામે આવ્યુ છે. ગાંધીનગર સત્યાગ્રહણ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જેમાં દક્ષિણ ગુજરાતમાં સરકાર દ્વારા આદિવાસી ભાઈઓની જમીન વિવિધ પ્રોજેક્ટ હેઠળ નેમ કરવામાં આવી છે જેની સામે પૂરતુ વળતર પણ આપવામાં આવ્યુ નથી તે મુદ્દો છેડવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી સમાજના અન્ય પ્રાણ પ્રશ્નો સામે ઉપેક્ષાભાવ પ્રગટ કર્યો છે તેનો પણ વિરોધ કરવામાં આવશે. મોટી સંખ્યામાં કોંગ્રેસી આદિવાસી ભાઈએ અહીં ઉપસ્થિત રહેવાના હોવાતી વિધાનસભા સત્ર હાલમાં ચાલુ હોવાના કારણે પોલિસ પણ એલર્ટ થઈ ગઈ છે. કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવો ન કરે તે માટે થોડા થોડા અંતરે બેરીકેડ્ઝ મૂકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવતા વાહનોનુ પણ ચેકિંગ કરવામાં આવશે. મહિલા પોલિસ પણ બંદોબસ્ત માટે આ વખતે વધુ બોલાવવામાં આવી છે.

English summary
Tight security in Gandhinagar for Gujarat Adivasi Satyagraha movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X