અણ્ણા સંબંધ તોડી નાખશે એવી આશા ન્હોતી: કેજરીવાલ

કેજરીવાલે જણાવ્યું કે તેમને અણ્ણા હઝારે પાસે આવા નિર્ણયની આશા ન હતી. કેજરીવાલે જણાવ્યું કે અણ્ણા હઝારેના આવા વલણથી મને ઝટકો લાગ્યો છે.
અણ્ણા હઝારેએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે કેજરીવાલને પાર્ટી બનાવવી હોય તો બનાવે હું તેમની સાથે નથી, અને તેમના માટે પ્રચાર પણ કરવાનો નથી. અણ્ણાએ તો ત્યાં સુધી કહી દીધું કે કેજરીવાલ અને તેમની ટીમ પ્રચાર માટે મારું નામ અને તસવીરનો પણ ઉપયોગ ના કરે.
જોકે કેજરીવાલે જણાવ્યુ કે અણ્ણા અમારા હૃદયમાં છે અને અમે તેમને દરેક પ્રસંગે બોલાવીશું.












Click it and Unblock the Notifications
