ભગવંત માને આપ્યા ચંદીગઢ MMS કાંડમાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ, લોકોને કરી આ અપીલ

દીગઢ MMS કાંડ પર પંજાબ સરકારે કડક વલણ અપનાવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ચંદીગઢ યુનિવર્સિટીની ઘટના સાંભળીને દુઃખ થયું.

ચંદીગઢ, 18 સપ્ટેમ્બર : ચંદીગઢ MMS કાંડ પર પંજાબ સરકારે કડક વલણ અપનાવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ચંદીગઢ યુનિવર્સિટીની ઘટના સાંભળીને દુઃખ થયું, આપણી દીકરીઓ આપણું ગૌરવ છે, ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જે પણ દોષિત હશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું સતત વહીવટીતંત્રના સંપર્કમાં છું, હું તમને બધાને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરું છું.

શું છે સમગ્ર ઘટના

શું છે સમગ્ર ઘટના

ઉલ્લેખનીય છે કે, ચંદીગઢ યુનિવર્સિટી, મોહાલીની હોસ્ટેલમાં છોકરીઓનો કથિત વીડિયો લીક થયો છે. રિપોર્ટ અનુસાર છોકરીઓનાવાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યા છે અને તેને લીક કરવામાં આવ્યા છે.

આરોપ છે કે, આ વીડિયો કોઈએ નહીં પણ હોસ્ટેલની જ એકછોકરીએ બનાવ્યો છે. પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

શું કહે છે SSP

શું કહે છે SSP

આ ઘટના સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ ન્યાયનીમાગ કરી રહ્યા છે, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. આવા સમયે, મોહાલીના એસએસપીવિવેક સોનીનું કહેવું છે કે, આ મામલો સામે આવ્યો છે, જેમાં હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ પર્સનલ વીડિયો બનાવ્યો હતો, જે બાદઅફવા ફેલાઈ હતી કે અન્ય છોકરીઓએ પણ આવો વીડિયો બનાવ્યો છે. અમે આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ.

યુવતીની આત્મહત્યાની અફવા

યુવતીની આત્મહત્યાની અફવા

સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો લીક થયા બાદ ઘણી છોકરીઓએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ વિદ્યાર્થી કલ્યાણ અધિકારીનું કહેવું છે કે, માત્ર એક છોકરી બેહોશ થઈ ગઈ હતી, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલતેમની હાલત સ્થિર છે. એસએસપીએ કહ્યું કે, કોઈ છોકરીનું મૃત્યુ થયું નથી અને આવા અહેવાલો સંપૂર્ણપણે અફવા છે.

મહિલા આયોગ પણ એક્શનમાં

મહિલા આયોગ પણ એક્શનમાં

આ સમગ્ર મામલે પંજાબના મહિલા આયોગે પણ સક્રિયતા દાખવીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પંજાબ મહિલા આયોગના અધ્યક્ષમનીષ ગુલાટીએ કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. હું તમામ વિદ્યાર્થીનીઓના માતા-પિતાનેઆશ્વાસન આપવા માંગુ છું કે, કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં, અમે 10 દિવસમાં આ સમગ્ર મામલાની તપાસ સામે તથ્યો મુકીશું.

અરવિંદ કેજરીવાલે કરી હતી અપીલ

અરવિંદ કેજરીવાલે કરી હતી અપીલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટના પર ટ્વિટ કરીને લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટકરીને લખ્યું કે, ચંદીગઢ યુનિવર્સિટીમાં એક છોકરીએ ઘણી વિદ્યાર્થિનીઓનો વાંધાજનક વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે. આ ખૂબ જગંભીર અને શરમજનક છે. આમાં શામેલ તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળશે. પીડિત યુવતીઓમાં હિંમત છે. અમે બધા તમારીસાથે છીએ. બધા ધીરજથી કામ લે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X