For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરુખાબાદ રેલવે સ્ટેશન પર ટાઇમ બોમ્બ મળ્યો, થયો હાહાકાર!

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં એક પછી એક તેવી ધટનાઓ સામે આવી રહી છે જે અહીંના સામાન્ય જીનજીવનમાં ફફડાટ ઊભો કરી શકે. ઉત્તર પ્રદેશના ફરુખાબાદ રેલ્વે સ્ટેશન પર ટાઇમ બોમ્બ મળ્યો છે. આ ખબર મળતા જ અહીંના લોકોમાં હાહાકાર મચી ગયો.

એટલું નહીં આ બોમ્બની ઉપર 6.20નું ટાઇમર લગાવવામાં આવ્યું છે. વળી બોમ્બ ડિસપોઝ સ્કોર્ડ અહીં ના હોવાના કારણે આ બોમ્બને હજી ડિફ્યૂઝ નથી કરવામાં આવ્યો. અને કાનપુરથી જ્યારે બોમ્બ ડિફ્યૂઝ સ્કોર્ડ આવશે ત્યારે જ આ બોમ્બને ડ્યૂફ્યૂઝ કરવામાં આવશે.

ત્યારે પોલિસનું માનીએ તો મોહનલાલગંજ ટ્રેક પર લગાવામાં આવેલા આ બોમ્બથી મોટી દુર્ધટનાને અજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે લોકોની સુરક્ષાને જોતા પોલિસે હાલ તો આ વિસ્તાર ખાલી કરાવ્યો છે. તો બીજી તરફ લોકોએ પણ બોમ્બની ખબર મળતા નાસભાગ કરી હતી. જો કે ત્યારબાદ પોલિસે સ્થિતિ સંભાળી લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. ત્યારે આ બોમ્બની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રેલ્વે સ્ટેશન પર બોમ્બ

રેલ્વે સ્ટેશન પર બોમ્બ

આ ટાઇમ બોમ્બને ફરુખાબાદ રેલ્વે સ્ટેશન પર મૂકવામાં આવ્યો છે. એટલું નહીં તેની પર 6:20નો ટાઇમ પર સેટ કરવામાં આવ્યો છે.

રેલ્વે સ્ટેશન પર સન્નાટો

રેલ્વે સ્ટેશન પર સન્નાટો

લાઇવ ટાઇમ બોમ્બ મળી આવ્યો છે તેવી ખબર મળતા જ લોકોમાં ભાગદોડ મચી ગઇ અને ગણતરીની મિનિટોમાં સ્ટેશન ખાલી થઇ ગયું.

પોલિસ ધટના સ્થળે પહોંચી

પોલિસ ધટના સ્થળે પહોંચી

સ્થાનિક પોલિસે પણ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. જો કે અહીં કોઇ બોમ્બ ડિસ્પોઝ સ્કોર્ડના હોવાના કારણે કાનપુરની તેને બોલવવામાં આવ્યું.

મોટી દુર્ધટના

મોટી દુર્ધટના

ત્યારે હાલ તો આ સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે ત્યારે દૂરથી આ બોમ્બ આવો લાગે છે.

લોકોમાં મચી ભાગદોડ

લોકોમાં મચી ભાગદોડ

સ્ટેશન પર ટાઇમ બોમ્બ મળ્યો છે તે ખબર મળતા લોકો નાસભાગ શરૂ કરી દીધી હતી.

ડોગ સ્કોર્ડ અને તપાસ

ડોગ સ્કોર્ડ અને તપાસ

તો બીજી તરફ પોલિસે પણ ડોગ સ્કોર્ડ બોલાવી વધુ તપાસ આદરી છે. અને આ બોમ્બ અહીં કોણે મૂક્યો તે અંગે તપાસ પણ શરૂ કરી છે

ડરનો મહોલ

ડરનો મહોલ

જો કે રેલ્વે સ્ટેશન પરથી ટાઇમર બોમ્બ મળી આવવાની ખબર માત્રથી આ સમગ્ર પથંકમાં ડરનો માહોલ બની ગયો છે.

English summary
Big plan to blast railway station averted time bomb found in Farrukhabad. Bomb squad team is called from Kanpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X