સફાઇ કામદારોને ધિરાણ આપતી જનરલ ટર્મલોન યોજના માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો : લાભાર્થીઓને રૂ. ૧.૯૦ કરોડનું ધિરાણ
ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓની પસંદગી કરવા માટે ખાતે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવામાં આવ્યો હતો.

ભારત સરકાર સહિત રાજ્ય સરકાર સફાઈ કામદારોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે. સફાઇ કામદારો પણ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારના ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ હેઠળ સફાઇ કામદારોના હિતમાં અનેક યોજનાઓ કાર્યરત છે. કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય ન થાય તે માટે જ ટેકનોલોજીના માધ્યમથી યોજનાના લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા કરવામાં આવે છે.
ગાંધીનગર ખાતે આજે યોજાયેલા કોમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા જનરલ ટર્મલોન યોજના અંતર્ગત ધંધા - વ્યવસાય માટે ૧૬ લાભાર્થી તેમજ વાહન ખરીદીમાં સહાય આપવા માટે ૩ લાભાર્થીની પસંદગી કરાઈ છે. ધંધા-વ્યવસાય માટે પસંદગી પામેલા ૧૬ લાભાર્થીઓને રૂ. ૧૬૦ લાખ તેમજ વાહન ખરીદી માટેના ૩ લાભાર્થીઓને રૂ. ૩૦ લાખ મળી કુલ રૂ. ૧.૯૦ કરોડનું ધિરાણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
