For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 April: આખરે રાજપથ ક્લબની ચૂંટણીનું પરિણામ જાહેર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આખરે રાજપથ ક્લબની ચૂંટણીનું પરિણામ જાહેર

આખરે રાજપથ ક્લબની ચૂંટણીનું પરિણામ જાહેર

હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ગુજરાત હાઇકોર્ટે રાજપથ ક્લબની ચૂંટણીનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરી દીધું. મેમ્બર્સ પાવર પેનલના 27 ઉમેદવાર વિજેતા. યૂનાઇટેડ પેનલે હારનો સામનો કરવો પડ્યો.

AMTSના ભાડામાં ઘટાડો

AMTSના ભાડામાં ઘટાડો

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બસોના લઘુત્તમ ભાડામાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. લઘુત્તમ ભાડા રૂપિયા 4માંથી રૂપિયા 3 કરી દેવામાં આવ્યું છે. એએમટીએસ દ્વારા આ નિર્ણય રીક્ષાઓ સામે ટકી રહેવા માટે કર્યો છે.

સુરતની ડાઇંગ મીલમાં આગ

સુરતની ડાઇંગ મીલમાં આગ

સુરતમાં આવેલી મારુતિ ડાઇંગ મીલમાં અચાનક આગ લાગી ગઇ હતી. આ પર કાબૂ મેળવવા માટે 15 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ મીલ સુરતના પાંડેસર વિસ્તારમાં આવેલી છે.

ધોરણ 9 અને 11ની પરિક્ષાઓ રદ્દ

ધોરણ 9 અને 11ની પરિક્ષાઓ રદ્દ

14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિ હોવાના પગલે ગુજરાત શિક્ષણ બોર્ડે એક પરિપત્ર બહાર પાડીને 14 એપ્રિલના રોજ ધોરણ 9 અને 11ની પરિક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રીએ ગુજરાતમાં સિવિલ એવિયેશન ક્ષેત્રે રહેલી વિશાળ તકોને ઈનોવેટીવ આઈડિયાઝ દ્વારા સાકાર કરવા અંગે ચર્ચા કરી.

એલપીજી અને સીએનજીના ભાવમાં ઘટાડો

એલપીજી અને સીએનજીના ભાવમાં ઘટાડો

રાજ્યમાં કૂદરતી ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત. આજથી નવા ભાવ લાગુ થશે. હાલના 5.5 ડોલરના ભાવથી ઘટીને 4.66 ડોલર થયો ભાવ.

પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

મહુધા પાસે પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત. પ્રેમમા નિષ્ફળતા હાત લાગતા ઝેરી દવા ખાઇને જીવન ટૂંકાવ્યું. ગોપાલ જાદવ અને મીના પરમાર નામના પ્રેમી જોડાએ જીવન ટૂંકાવ્યું. પોલીસે તપાસ હાથ ધરી.

ગાંધીનગર

ગાંધીનગર

આરએસએસ સંસ્થાપક કેશવ હેડગોવારનો જન્મદિન,મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ.

પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો

પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો

અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ હટાવાયા

અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી ચાલુ.

English summary
1 April: Gujarat's top news read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X