ગુજરાતની ITIમાં 10000 બેઠકો વધારાશે : સૌરભ પટેલ

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં શ્રમ અને રોજગાર પ્રધાન સૌરભ પટેલ, રમત ગમત પ્રધાન રમણભાઇ વોર, પ્રદીપસિંહ જાડેજા, શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિક સચિવ પનીરવેલ અને અન્ય પ્રધાનો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે યુવાનોને સ્કેલ, સ્કિલ, સ્પીડનો મંત્ર આપ્યો છે. ખાસ યોજના થકી રાજ્ય શ્રમ અને રોજગારપૂરો પાડવામાં દેશમાં નંબર વન બન્યું છે. આ પ્રસંગે સૌરભ પટેલે જણાવ્યું કે રાજ્યમાં સૌથી વધારે રોજગાર આઇટીઆઇ દ્વારા આપવામાં આવે છે. આજે છેલ્લા એપ્રિલ બાદ 40,000 યુવાનોને રોજગારી આપી રહ્યા છે. અમે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ માટે અમે ઉદ્યોગોના સતત પ્રતિભાવો મેળવી રહ્યા છીએ અને તેમની જરૂરિયાત પ્રમાણે અભ્યાસક્રમો શરૂ કરીને વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ.
અત્યાર સુધી 6000 એપ્રેન્ટિસ છે. આ કોર્સમાં 40,000 બેઠકો છે. આ માટે અમે ઉદ્યોગોને વિશ્વાસમાં લેના પ્રયત્નો કરી રહ્યા છે. હવે અમે સીટો વધારીને 50,000 કરી છે. અમે ઉદ્યોગોમાં ટ્રેઇનિંગ આપવાનું કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ વિબાગને ખૂબ મહત્વ આપ્યું છે. મુખ્યમંત્રીએ તમામ આઇટીઆઇમાં લેટેસ્ટ મશીનરી હોવાનું તથા આપણા વિદ્યાર્થીઓને બહાર ઉદ્યોગોમાં જે જરૂર છે તે પ્રમાણે તાલીમ અપાવી જોઇએ. આ માટે છેલ્લા એક વર્ષમાં રૂપિયા 480 કરોડનું બજેટ વધારીને રૂપિયા 840 કરોડનું કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
