For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદના વાતાવરણમાં ઠંડક, બનાસકાંઠામાં કરા સાથે વરસાદ

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદના વેપારીની લૂંટ

અમદાવાદના વેપારીની લૂંટ

અજાણ્યા બાઇકસવારોએ અલ્ટો કારને રોકી રૂપિયા 1.50 લાખની લૂંટ કરી ફરાર. કડીના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેનો બનાવ. અમદાવાદના વેપારી પાસેથી લૂંટ.

કસ્ટમ વિભાગે સોનું ઝડપ્યું

કસ્ટમ વિભાગે સોનું ઝડપ્યું

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું દાણચોરીનું સોનું. રૂપિયા 18.75 લાખની કિંમતનું 699 ગ્રામ સોનું ઝડપાયું.

મ્યુનિ. કોર્પો.ના કર્મચારીઓની હડતાળ સમેટાઇ

મ્યુનિ. કોર્પો.ના કર્મચારીઓની હડતાળ સમેટાઇ

મ્યુનિ. કોર્પો.ના કર્મચારીઓની હડતાળ સમેટાઇ. ત્રણ દિવસથી ચાલતી હડતાળ બિનશરતી સમેટાઇ. એક અઠવાડિયા બાદ ફરી યોજાશે બેઠક.

ગિફ્ટ સિટીમાં વિદેશી કરન્સીમાં થશે નાણાકિય વ્યવહાર

ગિફ્ટ સિટીમાં વિદેશી કરન્સીમાં થશે નાણાકિય વ્યવહાર

ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકિય સેવા કેન્દ્ર (IFSC) જાહેર કરાયું. આ સેન્ટરમાં રૂપિયાને બદલે વિદેશી કરન્સીમાં નાણાકિય વ્યવહાર કરી શકવાની જોગવાઇઓ છે.

સ્વામિનારાયણ મંદિરના મહંતનું અપહરણ કરી લૂંટ

સ્વામિનારાયણ મંદિરના મહંતનું અપહરણ કરી લૂંટ

સ્વામિનારાયણ પંથ અને ટ્રસ્ટ પોતાના આંતરિક વિખવાદોને કારણે અવારનવાર વિવાદોમાં આવ્યું છે. સિદ્ધપુરમાં આવેલા કાલુપુર નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ મંદિરના પુજારી ચંદ્રપ્રકાશસ્વામીનું શખ્શોએ અપહરણ કરીને કરોડોના ચેક પર સહીઓ કરાવી લીધી હતી. પરંતુ બંને શખ્શો પોલીસ શકંજામાં આવી ગયા હતા.

અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની વધુ એક કમાલ

અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની વધુ એક કમાલ

અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની વધુ એક કમાલ, છેલ્લા ત્રણ વર્ષથી ન બનેલ બગીચાનું નિર્માણ 72 કલાકમાં થયું, આવતીકાલે સીએમના હસ્તે કરાશે ઉદ્ઘાટન.

સોમનાથ મહાદેવના દર્શનનો સમય વધારાયો

સોમનાથ મહાદેવના દર્શનનો સમય વધારાયો

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનનો સમય અડધો કલાક વધારાયો,દર્શન રાત્રીના દસ સુધી ખુલ્લા રહેશે.

ખંભાતમાં બાળકો સાથે માતાનું અગ્નિસ્નાન

ખંભાતમાં બાળકો સાથે માતાએ સાસરિયાઓથી કંટાળી કર્યું અગ્નિસ્નાન.

બનાસકાંઠા કરા સાથે વરસાદ

બનાસકાંઠા કરા સાથે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી.

હવામાનમાં પલટો

હવામાનમાં પલટો

અમદાવાદના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો, શહેરમાં સાંજે 4 વાગ્યે વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું, જેનાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

English summary
11 April : Gujarat's top news read with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X