1100 મીટર લાંબા ફ્લાયઓવર બ્રીજનુ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કર્યુ વર્ચ્યુઅલી લોકાર્પણ
અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 1100 મીટર લાંબા નવનિર્મિત ફ્લાયઓવર બ્રીજનુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ.
અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 1100 મીટર લાંબા નવનિર્મિત ફ્લાયઓવર બ્રીજનુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ. અંકલેશ્વર તરફથી જૂના નેશનલ હાઈવે નંબર 8ને જોડતા માર્ગ સુધી સુરવાડી રેલવે ફાટક પર નવા ફ્લાયઓવરનુ નિર્માણ કરાયુ છે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક હબ એવા અંકલેશ્વર તાલુકા ખાતે ભરુચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર તાલુકાના અંદાડા સામોર માંડવા માર્ગ પર આવેલ ગડખોલ ગામ પાસે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજનુ ઈ-લોકાર્પણ આજે ઉપ મુખ્યમંત્રીએ કર્યુ હતુ જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
