USમાં ગેરકાયદે રહેતા 119 ભારતીયો આવશે પરત, જાણો કેટલા ગુજરાતી ઘૂષણખોરો થશે ઘરભેગા?

અમેરિકામાં ગેરકાયદે રહેલા 119 ભારતીયોને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભારતીયોમાં 67 પંજાબના લોકો શામેલ છે. આ ખાસ Flight શનિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે, જ્યાં ભારત પરત ફરનારા લોકોને અમૃતસરથી પોત પોતાના વતન લઇ જવામાં આવશે. Flightમાં 33 હરિયાણાના લોકો પણ સામેલ છે. જ્યારે આ 119 ઘૂષણખોરોમાં 8 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

અમેરિકા તરફથી એસ્ટેબલિશમેન્ટ અને ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનને કારણે આ ભારતીયોને પરત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લોકો ઘણા સમયથી અમેરિકામાં ગેરકાયદે રહેતા હતા અને તેમને પાછા મોકલવાનો નિર્ણય ભારતીય સરકાર અને અમેરિકી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

બીજા જૂથના લોકોને હાથકડી પહેરાવીને લાવવામાં આવશે નહીં. પહેલા વિમાનમાં લોકોને હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા, જેના કારણે સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મુદ્દા પર સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. વિદેશ મંત્રીએ આ અંગે અમેરિકી સરકાર સાથે વાત કરવાનું વચન આપ્યું હતું.

us deported indians

અગાઉ 33 ગુજરાતીઓ આવ્યા હતા પરત

બીજી ફ્લાઇટ શનિવારે રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટમાં પંજાબથી 67, હરિયાણાથી 33, ગુજરાતથી 8, ઉત્તર પ્રદેશથી 3, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી 2-2 અને ગોવા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરથી 1-1 મુસાફરો સવાર હતા.

7 લાખ 25 હજાર ભારતીયો ગેરકાયદેસર

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) અનુસાર, 2022થી નવેમ્બર 2024 વચ્ચે લગભગ 1,700 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2022માં, 409ને અટકાવવામાં આવ્યા હતા, 2023 માં 730 અને 2024માં નવેમ્બર સુધી 517ને અટકાવવામાં આવ્યા હતા, જેમાં 42 સગીરોનો સમાવેશ થાય છે. 2022 માં, પ્યુ રિસર્ચ સેન્ટરે અંદાજ લગાવ્યો હતો કે 725,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ યુએસમાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X