12 June Covid Update : ગુજરાત અને ભારતમાં કોરોના સંક્રમણમાં થયો વધારો, નોંધાયા અધધ કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણના 154 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 58 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

12 June Covid Update : ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 154 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 58 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 82, વડોદરામાં 33 કેસ, સુરતમાં 15 કેસ, ગાંધીનગર 5 કેસ અને રાજકોટમાં 4 કેસ નોંધાયા હતા. આ સાથે મહેસાણા અને વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. આ સાથે આણંદ, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં 2-2 કેસ અને ખેડામાં 1 કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,945 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,463 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 704 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.05 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 43,133 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,05,11,551 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

12 June ની અમદાવાદ કોરોના અપડેટ

12 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે શહેરી વિસ્તારમાં 26 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 10342 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1058 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝલીધો છે.

12 June ની રાજકોટ કોરોના અપડેટ

12 June ની રાજકોટ કોરોના અપડેટ

નથી. આ સાથે શહેરી વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાંઆવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 918 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 540 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

12 June ની ભારત કોરોના અપડેટ

12 June ની ભારત કોરોના અપડેટ

ભારતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 8,582 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી દેશના કેસની સંખ્યા વધીને 4,32,22,017 થઈગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે, આ ઉપરાંત શનિવારના રોજ કોરોના સંબંધિત 4 મૃત્યુ નોંધાયા હતા, કોવિડ મૃત્યુનીસંખ્યા 5,24,761 હતી.

હાલમાં દેશમાં 44,513 સક્રિય કેસ છે, જે સંચિત કેસોના 0.09 ટકાનો સમાવેશ કરે છે. શનિવારના રોજ નોંધાયેલ ડેઇલી પોઝિટિવ કેસ 2.41ટકા હતો. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 195 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X