રાજ્યમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે 129 છાત્રાલયો કાર્યરત
રાજ્યમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારો છાત્રાલયો ચલાવવા આવે છે. વિધાનસભામાં સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આ વિશે માહિતી આપી.
ગુજરાત વિધાનસભા ખાતે નખત્રાણા તાલુકામાં અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયના પ્રશ્નના પૂરક પ્રશ્નમાં માહિતી આપતા સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્યમાં અનુસૂચિત જાતિના કન્યા-કુમારો માટે ૧૨૯ છાત્રાલયો કાર્યરત છે.

તેમણે કહ્યું કે, નખત્રાણા ખાતે કન્યા છાત્રાલય શરૂ કરવા માટે જમીન ઉપલબ્ધ નથી તેમજ ભાડાના મકાનમાં છાત્રાલય શરૂ કરવા વખતો વખત પ્રયાસો કરવા છતાં મકાન મળેલ નથી. નખત્રાણા ખાતે કન્યા છાત્રાલય સત્વરે શરૂ કરવા સરકાર પ્રયત્નશીલ છે.
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, રાજ્યના યુવા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં ૦૭ આઈ.ટી.આઈ કાર્યરત છે જેમાં ૨,૯૬૩ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.
વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં નવીન આઈ.ટી.આઈ અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં તેમણે વિગતો આપી. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી, છોટાઉદેપુર, ક્વાંટ, નસવાડી, પાવી-જેતપુર અને સંખેડા તાલુકામાં સરકારી આઈ.ટી.આઈ કાર્યરત છે, જેમાં કોમ્પ્યુટર લક્ષી વિવિધ અભ્યાસક્રમો, ફિટર, વેલ્ડર, મીકેનીકલ જેવા અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
