ગુજરાતમાં કોરોનાના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 13 થઈ જેમાં 12 વિદેશથી આવેલા ભારતીયો
ગુજરાતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. જેમાં અમદાવાદના 5, વડોદરાના 3, સુરતના 3, એક ગાંધીનગર અને એક રાજકોટનો કેસ પૉઝિટીવ આવ્યો છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ કે કોરોના વાયરસના 13 કેસ પૉઝિટીવ છે જેમાંથી 12 વિદેશથી આવેલા ભારતીયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ઉલ્લેખનીય છે કે 13માંથી 5 કેસ અમદાવાદના છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યમાં બાગ બગીચા, સિવિક સેન્ટરો સહિત તમામ જાહેર સ્થળો 31 માર્ચ સુધી બંધ કરાયા છે.

આ પહેલા અમદાવાદમાં એક જ દિવસમાં 3 પૉઝિટીવ કેસ સામે આવ્યા હતા જેમાં 2 મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના બે રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી અને બીજી મહિલા ફિનલેન્ડથી અને યુવક લંડનથી આવ્યો હતો.
વડોદરામાં જેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો તેમાંથી એક યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગે માહિતી આરોગ્ય વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કરાઈ છે. અગાઉ આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યુ છે કે અત્યાર સુધી ગુજરાતમાં જે પણ કોરોના પૉઝિટીવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટીક સિટિઝન પૉઝિટીવ કેસ નથી.
કોરોના પૉઝિટીવ કેસની બંને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે.એક ન્યૂયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે યુવક લંડનથી પરત ફર્યો હતો. ન્યૂયોર્કથી આવેલી મહિલા 14 માર્ચે આવી હતી. 3 દિવસ ઘરે રહ્યા બાદ 17 માર્ચે એસવીપીમાં દાખલ થઈ હતી. જ્યારે ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદમાં 13 માર્ચે આવી હતી અને 16મી માર્ચે એસવીપીમાં દાખલ થઈ હતી.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
