Gujarat Election: સૌથી વધારે ઉમેદવારો સુરતમાં અને સૌથી ઓછા ઉમેદવારો ડાંગ જિલ્લમાં નોધાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્પરના રોજ યોજાશે. જેને લઇને 14 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લા તારીખ હતી. પ્રથમ તબકકામાં ભાજપ, કોગ્રેસ, આને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષ અને અપક્

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્પરના રોજ યોજાશે. જેને લઇને 14 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લા તારીખ હતી. પ્રથમ તબકકામાં ભાજપ, કોગ્રેસ, આને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષ અને અપક્ષો સહિત 1362 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા.

ELECTION

બીજા તબક્કાના 93 બેઠકો પર મતદાન થશે જેને લઇને પણ રાજકીય પક્ષોના પસંદ કરવામા આવેલા ઉમેદવારો દ્વારા ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. બીજા તબક્કાની ફોર્મ ભરાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આ પહેલા મોટા ભાગના રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો પસંદ કરીને ઉમેદવારી નોધાવામાં આવી છે. 18 નવેમ્બરે ઉમેવદારી પત્રની ચકાસણી થશે અને 21 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઘાટલોડીયાથી ભવ્ય સભાને સંબોધન કર્યા બાદ ફોતાની ઉમેવાદવારી નોધાવશે. તેમની સાથે રાષ્ટ્રીય નેતૃત્વ કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂટણી ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વામાં લડવામાં આવી રહી છે.

સુરત શહેર અને જિ્લાની 16 બેઠકો માટે 256 સૌથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110 થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. ડાંગમાં સૌથી ઓછા 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. પ્રથમ તબકકાના 1 ડિસેમ્બરના રોજ યોજાના ચૂંટણી માટે 17 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યાર બાદ ચૂંટણી લડનાર ઉમેદવારોની આખરી યાદી તૈયાર થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્શે રાષ્ટ્રીય પક્ષોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેમા ભાજપ, કોગ્રેસ સિવાય, એનસીપી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓપ ઇન્ડીયા, બીટીપી, સમાજવાદી પાર્ટી જેડીયુ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X