મહેસાણા જિલ્લામાં ૩૧૮ MSME એકમોને ૧૪.૧૪ કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ
ગુજરાતમાં રાજ્ય સરકાર લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોને સહાયરૂપ થવા માટે વ્યાજ સહાય આપે છે.
જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ૩૧૮ MSME એકમોને રૂ. ૧૪.૧૪ કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ છે.

વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાયના પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટર પ્રાઈઝીસની ૩૫૦ અરજીઓ મંજૂર કરાઈ. તે પૈકી ૩૧૮ અરજીઓમાં ૧,૪૧૪.૭૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે અન્ય એક પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં ઉમેર્યું કે, મહેસાણા જિલ્લામાં હાલ ૩૪,૮૨૭ MSME એકમો નોંધાયા છે, જેમાં ૩૨,૪૪૬ સૂક્ષ્મ ઉદ્યોગો, ૨,૦૮૩ લઘુ ઉદ્યોગ અને ૨૯૮ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
આવા એકમોએ પોતાની નોંધણી અનુબંધમ પોર્ટલ પર કરવાની હોય છે. આ તમામ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે. વિવિધ યોજનાકીય લાભો પણ ઓનલાઇન મંજૂર કરીને પૂરા પાડવામાં આવે છે.












Click it and Unblock the Notifications
