'અડવાણી ગુમ થયેલ છે' એવા ગાંધીનગરમાં લાગ્યા પોસ્ટર!

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પોસ્ટરમાં સાંસદ અડવાણી લાપતા

પોસ્ટરમાં સાંસદ અડવાણી લાપતા

`આપ' દ્વારા ગાંધીનગરમાં લગાવાયા પોસ્ટર્સ. પોસ્ટરમાં સાંસદ અડવાણીને લાપતા જાહેર કરાયા.

એટીએમમાંથી રૂ.9.48 લાખની ચોરી

એટીએમમાંથી રૂ.9.48 લાખની ચોરી

મહેસાણા કો.ઓ.બેન્કના એટીએમમાંથી રૂ.9.48 લાખની ચોરી. ત્રણ શખસોએ એટીએમની ડિસ્પલે તોડી કરી ચોરી. ડિસ્પલેની જગ્યાએ કિબોર્ડ લગાવી કરી ચોરી.

એક મંદિર એક સ્મશાન

એક મંદિર એક સ્મશાન

ડો.આંબેડકરની જન્મજયંતી પર વિહિપ નેતા પ્રવીણ તોગડિયાનું નિવેદન. દેશમાં સમરસતા લાવવા વિહિપ કરશે પ્રયાસ. 'એક મંદિર એક સ્મશાન'ના નારા પર વિહિપ કરશે કામ.

આઈપીએલ મેચ પર સટ્ટો

આઈપીએલ મેચ પર સટ્ટો

આઈપીએલ મેચ પર સટ્ટો રમતા બે શખસોની નરોડા પોલીસે કરી ધરપકડ. રૂ.1.49 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત.

આનંદીબેને બાબા સાહેબને આપી શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને તેમની 125મી જન્મજયંતિ નિમિત્તે આપી શ્રદ્ધાંજલિ.

નીકિતા ગાંધી બની માસ્ટરશૅફ

ગુજરાતી ગર્લ નીકિતા ગાંધીએ માસ્ટર શૅફ ઇન્ડિયા 4નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ટીવી 9ના માધ્યમથી નીકિતા સાથેની મુલાકાત આપના સુધી પહોંચાડી રહ્યા છીએ.

સૌરાષ્ટ્રના ભાજપના આગેવાનોની કારોબારી બેઠક

સૌરાષ્ટ્રના ભાજપના આગેવાનોની કારોબારી બેઠક

હેમુ ગઢવી હોલમાં યોજાશે સૌરાષ્ટ્રના ભાજપના આગેવાનોની કારોબારી બેઠક.પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, પ્રધાન વિજય રૂપાણી રહેશે હાજર.

નૌકાદળના લેફ્ટનન્ટે કર્યો આપઘાતનો પ્રયાસ

નૌકાદળના લેફ્ટનન્ટે કર્યો આપઘાતનો પ્રયાસ

નૌકાદળના લેફ્ટનન્ટે કર્યો આપઘાતનો પ્રયાસ. ગળું-હાથની નસ કાપી કર્યો આપઘાતનો પ્રયાસ. લેફ્ટન્ટને ભૂજ આર્મી હોસ્પિટલમાં ખસેડાયા.

બેન્ક બેલેન્સ એપને લઈ RBIની ચેતવણી

બેન્ક બેલેન્સ એપને લઈ RBIની ચેતવણી

બેન્ક બેલેન્સ એપને લઈ આરબીઆઈની ચેતવણી,પોતાની જવાબદારીથી એપનો ઉપયોગ કરો, બેન્કે આ એપ જાહેર નથી કરી. એટલે કે જો આ એપ દ્વારા આપને કોઇ નુકસાન થાય તો તેના માટે આરબીઆઇ જવાબદાર નહીં રહે.

કોલેજના પ્રોફેસરનો આપઘાતનો પ્રયાસ

કોલેજના પ્રોફેસરનો આપઘાતનો પ્રયાસ

પડધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસરનો આપઘાતનો પ્રયાસ.
પ્રિન્સિપાલના ત્રાસથી પ્રો.મહેશ મકવાણાએ ફિનાઈલ પી આપઘાતનો કર્યો પ્રયાસ.

સિહોરમાં જૂથ અથડામણ

સિહોરમાં જૂથ અથડામણ

સિહોરમાં જૂથ અથડામણ.4 ઈજાગ્રસ્ત,પોલીસ પર હુમલો,ગાડીઓના કાચ તોડ્યા.સિહોર ગામ સજ્જડ બંધ.

નિતા અંબાણી અમદાવાદમાં

નિતા અંબાણી અમદાવાદમાં

રિલાયન્સના નિતા અંબાણી મુંબઈ-રાજસ્થાન વચ્ચેની આઈપીએલની મેચ જોવા અમદાવાદમાં.

ગુજરાતના મુખ્ય સમાચારો વીડિયોમાં

ગુજરાતના મુખ્ય સમાચારો જુઓ વીડિયોમાં.

સૌજન્ય: TV9

ગુજરાતના મુખ્ય સમાચારો વીડિયોમાં

ગુજરાતના મુખ્ય સમાચારો જુઓ વીડિયોમાં.

સૌજન્ય: tv9

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X