For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 14 વર્ષીય ટેણિયાંએ KBC માંથી જીત્યા 25 લાખ રૂપિયા

ગુજરાતના 14 વર્ષીય ટેણિયાંએ KBC માંથી જીત્યા 25 લાખ રૂપિયા

|
Google Oneindia Gujarati News

ભરૂચઃ ભરૂચનો રહેતો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રીએ અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો હતો. એટલું જ નહિ તે 25 લાખ રૂપિયા જીત્યો પણ ખરો. અનમોલે જણાવ્યું કે, તેને બાળપણથી જ નવી-નવી વસ્તુઓ સીખવાનો શોક છે. તેના માતા પિતા પણ તેના પર તાજ્જુબ કરે છે. હાલ તે ધોરણ 8મામાં ભણે છે. ભવિષ્યમાં શું બનવા માંગે છે, તેનો જવાબ આપતાં અનમોલે કહ્યું કે- 'એસ્ટ્રો સાઈન્ટિસ્ટ બનવાનું મારું સપનું છે.'

ભરૂચનો છે અનમોલ

ભરૂચનો છે અનમોલ

સંવાદદાતા મુજબ શોમાં અનમોલ કંટેસ્ટન્ટ તરીકે હૉટ સીટ પર બેઠો હતો. આખા શોમાં તેણે પોતાના જ્ઞાનથી અમિતાભ બચ્ચન અને દર્શકોને પ્રભાવિત કર્યા. ઘણા વિશ્વાસ સાથે પ્રશ્નોના જવાબ આપ્યા. જો કે તે 50 લાખના સવાલનો જવાબ ના આપી શક્યો. અનમોલ જે સવાલનો જવાબ ના આપી શક્યો એ સવાલ હતો- ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન-આઉટમાં સામેલ કયો ખેલાડી છે? જેના જવાબમાં 4 વિકલ્પ હતાઃ A- ઈંજમામ-ઉલ-હક, B- રાહુલ દ્રવિડ, C- સચિન તેંડુલકર અને D- સ્ટીવ વૉ હતા.

બે બહેનો કરી રહી છે આ

બે બહેનો કરી રહી છે આ

ધોરણ 8ના વિદ્યાર્થી અનમોલના પિતા બ્રિજેશ શાસ્ત્રી રિલાયન્સ કંપની ભરૂચમાં સેફ્ટી ઑફિસર છે. માતા નિશા શાસ્ત્રી ગૃહિણી છે. અનમોલની બે વડી બહેન છે. અંજલી યૂએસએફના રોચેસ્ટર ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં બિઝનેસ એનાલિસ્ટનો અભ્યાસ કરી રહી છે. તેમણે ગાંધીનગરના ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યૂટથી બીટેક કર્યું. જ્યારે બીજી બહેન સૌમ્યાએ વેલ્લોર ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીથી બીટેક કર્યું છે. અનમોલે કહ્યું- મારે એસ્ટ્રો સાયન્ટિસ્ટ બનવાનું સપનું છે. કેબીસી માટે મેં સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલા અખબાર, મેગેઝીન વાંચ્યાં હતાં.

પિતા બોલ્યા- અમારી કેબીસીમાં રૂચી

પિતા બોલ્યા- અમારી કેબીસીમાં રૂચી

જ્યારે દીકરાએ 25 લાખ જીતવા પર પિતા બ્રિજેશ બોલ્યા કે, કેબીસી શો અમને ખુબ ગમે છે. શો દરમ્યાન 10થી 16 વર્ષના બાળક માટે ઑનલાઈન પ્રતિયોગિતાની ઘોષણા થઈ ત્યારે દીકરા અનમોલને જણાવ્યું. એક એપ ડાઉનલોડ કરી. જેના દ્વારા 25 દિવસ સુધી દરરોજ સવારે 11 અને સાંજે 7 વાગ્યે ઑનલાઈન 10 પ્રશ્નોના જવાબ આપ્યા.

આવી રીતે મુંબઈ મોકલ્યો

આવી રીતે મુંબઈ મોકલ્યો

અનમોલ તેમાં આગળ વધ્યો. ત્યાં પહેલાં ચાર હજાર બાળકોની પસંદગઈ થઈ. જે બાદ સ્કેનિંગના 7 રાઉન્ડ થયા. મુંબઈમાં કેબીસીના સ્ટૂડિયોએ બોલાવ્યો. ત્યાં ઑનસ્ક્રીન ટેસ્ટમાં સફળ થવા પર ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે આઠ બાળકોની પસંદગી થઈ. જ્યાં અનમોલે પોતાનું નામ રોશન કરી બતાવ્યું.

હારની જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યુંહારની જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું

English summary
14-year-old anmol from Gujarat won Rs 25 lakh from KBC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X