ભરૂચમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
National Voter's Day: ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરીયલ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને 14 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠલ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા જેફ વય ધરાવતા મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સમક્ષ હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
