For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં થઈને 70 રાજકીય પક્ષોના તથા અપક્ષ મળીને 1,621 ઉમેદવારો ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 70 રાજકીય પક્ષોના 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં 1લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં 182 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 70 રાજકીય પક્ષોના 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં 1લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં 182 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ELECTION

બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.

29 રાજકીય પક્ષોએ બન્ને તબક્કામાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આમ બંને તબક્કામાં થઈને કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણીમાં છે.

English summary
1621 candidates for 182 seats of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X