અમદાવાદને કર્ણાવતી નામ આપવા પર સહમતિ નહીં

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સટ્ટાકાંડની તપાસ પોલીસ કમિશ્નરને સોંપાઇ

સટ્ટાકાંડની તપાસ પોલીસ કમિશ્નરને સોંપાઇ

આઇપીએલ ચાલુ થતા જ સટ્ટાબજાર ગરમ થઇ જાય છે. વડોદરમાંથી પકડાયેલું મોટા સટ્ટા કૌભાંડની તપાસ ગૃહ વિભાગ દ્વારા વડોદરા પોલીસ કમિશ્નરને સોંપવામાં આવી છે.

ફરજીયાદ મતદાન કાયદો

ફરજીયાદ મતદાન કાયદો

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ફરજિયાત મતદાન કાયદો અમલમાં લાવવા પર સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આને લોકશાહી પર તરાપ ગણાવીને કાયદાને અમલમાં નહીં લાવવા માંગ કરી છે.

અમદાવાદને કર્ણાવતી નામ નહીં

અમદાવાદને કર્ણાવતી નામ નહીં

અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદને કર્ણાવતી નામ આપી શકાશે નહીં. કારણ કે લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે સર્વસંમતિ બનતી નથી. તેમણે જણાવ્યું કે રાજકીય રોટલો શેકી લીધા બાદ ભાજપે ફેરવી તોળ્યું છે.

ઇસનપુરમાં જીમખાનામાં જુગારખાનું ઝડપાયું

ઇસનપુરમાં જીમખાનામાં જુગારખાનું ઝડપાયું

ગુરુવારે મોડી રાત્રે ઇસનપુરમાં જીમખાનાની અંદર ચાલી રહેલ જુગારખાનું પોલીસે દરોડા પાડીને પકડી પાડ્યું હતું. જીમખાનાની આળમાં અત્રે જુગારીઓ જુગાર રમતા હતા, જેમને તમામ પ્રકારની અત્રે સુવિધા આપવામાં આવતી હતી. નોંધનીય છે કે જુગારખાનું ચલાવવામાં એક નિવૃત્ત પીએસઆઇની પણ સંડોવણી બહાર આવી છે.

ઓએનજીસીમાં આગ

ઓએનજીસીમાં આગ

સુરતના ઓલપાડમાં આવેલ ઓએનજીસીની રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી. આગ ઓલવવા માટે ટેકલનીકલ સહાયની જરૂર. આગ ઓલવવામાં ચાર પાંચ દિવસ લાગે તેવી શક્યતા. પંદરસો કરોડ રૂપિયાનું નુકસા થવાની શક્યતા, પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ.

વેંકૈયા નાયડુ ગુજરાતમાં

વેંકૈયા નાયડુ ગુજરાતમાં

કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કમલમની મુલાકાત લીધી. અમદાવાદને કર્ણાવતી નામ આપવાને લઇને જણાવ્યું કે આવી કોઇ રજૂઆત તેમની પાસે આવી નથી આવશે ત્યારે તેઓ જરૂર ધ્યાન આપશે. ગુજરાત વિકાસ કરી રહ્યું છે.

ખુલ્લેઆમ લવારબાજી

ખુલ્લેઆમ લવારબાજી

દાણીલીમડામાં બે જૂથો ખુલ્લેઆમ એકબીજાની સામે તલવારો લઇને રસ્તા પર ઉતરી પડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X