For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા કામની ખબર: 1st મેના રોજ અમદાવાદના આ રસ્તા રહેશે બંધ

1st મે ગુજરાત સ્થાપના દિવસના રોજ અમદાવાદના આ રસ્તા રહેશે બંધ.વધુ વાંચો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગુજરાત સ્થાપના દિવસનીનો ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ તા.૧લી મેના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉજવવાનો હોવાથી આગામી તા. 1લી મેના રોજ સાંજે 4થી રાત્રીના 10.3૦ સુધી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલમેટ સર્કલ ચાર રસ્તા સુધીનો બંને તરફનો રસ્તો કાર્યક્રમમાં આવતા હોવાથી વાહનો સિવાયના તમામ માટે બંધ રહેશે. તેવી જ રીતે કલ્યાણપુષ્ટી હવેલી ટી વસ્ત્રાપુરથી આલ્ફાવન મોલ ટી થઇને જીએમડીસી કોર્નર ખાંચા સુધીના માર્ગ પર કાર્યક્રમમાં આવનાર વાહનાો સિવાયના વાહન અવર જવર કરી શકશે નહીં. તેના બદલે કેશવબાગ ત્રણ રસ્તાથી માનસી સર્કલથી જમણી બાજુ વાળી વસ્ત્રાપુર શહીદ ચોક થઇને સંજીવની હોસ્પિટલ થઇને એનએફડી થઇને સાંઇબાબા ચાર રસ્તા થઇને સાર્થક સર્કલ તરફ જઇ શકાશે. એઇસી ચાર રસ્તાથી નારણપુરા ચાર રસ્તા થઇને નવરંગપુરા થઇને ઇશ્વરભુવન ચાર રસ્તા થઇને કોમર્સ સર્કલ થઇને સેન્ટ ઝેવિયર્સ ત્રણ રસ્તા તરફ જઇ શકાશે.

ahmedabad

તા.29.4.17 અને તા.1.5.17 ના રોજ બપોરે 3.30 વાગ્યાથી રાત્રે 8 સુધી રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે યોજાનાર ભવ્ય માર્ચ પરેડની પ્રેક્ટિસ અને પરેડ હોવાથી હરિહરાનંદ આશ્રમ રિવરફ્રન્ટ સર્કલથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ રોડ થઇને વાડજ સ્માશાન ગૃહ કટ સુધીનો માર્ગ બંધ રહેશે. તેવી જ રીતે સુભાષ બ્રિજ સર્કલથી ગાંધી આશ્રમથી વાડજ સર્કલ અને ઉસ્માનપુરા તરફનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. તેના બદલે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવળ સર્કલ થઇને પલક ચારરસ્તા થઇને અખબારનગર સર્કલ થઇને ભીમજીપુરા સર્કલ તરફ જઇ શકાશે. તેમજ પ્રબોધ રાવળ સર્કલથી સુભાષ બ્રિજથી શિલાલેખ ચારરસ્તા થઇને પૂર્વના રિવરફ્રન્ટ રોડ પર અવર જવર કરી શકાશે.

English summary
1st May Gujarat foundation day: This road remain closed for that day.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X