અદાણી ગ્રુપને મોટો ફાયદો કરાવતી રાજ્ય સરકાર: કેગ
રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બજેટ સત્રમાં 115 કલાક કામ થયું
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મળેલી 29 બેઠકોમાં 115 કલાક કામ ચાલ્યું હતું. 167 ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. જ્યારે 20 સરકારી અને 6 બિનસરકારી ખરડા પસાર કરવામાં આવ્યા.

વાઘેલાને વિપક્ષના નેતાના પદેથી હટાવાઇ શકે છે
મળતી માહિતી અનુસાર કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં ભારે ફેરબદલ કરવાનું વિચારી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે શંકર સિંહ વાઘેલાને વિપક્ષના નેતાના પદ પરથી હટાવાઇ શકે છે. પરંતુ નોંધનીય છે કે જો તેમની પાસેથી આ પદ છીનવી લેવામાં આવ્યું તો ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય ઊભી થઇ શકશે નહીં.

અદાણી ગ્રુપને મોટો ફાયદો કરાવતી સરકાર: કેગ
કેગના અહેવાલમાં રાજ્યની ભાજપ સરકાર પર અદાણી ગ્રુપને કરોડોની જમીનમાં ફાયદો કરાવી આપવાનો આરોપ લાગ્યો છે. મુંદ્રા પાસેની જમીનનું વર્ગીકરણ ખોટું કરીને અદાણી ગ્રુપ પાસેથી હેક્ટરદીઠ 7.30 લાખ લેવાને બદલે માત્ર 4.38 લાખ જ વસૂલવામાં આવ્યા છે. જેના કારણે અદાણી ગ્રુપને 58.38 કરોડનો ફાયદો કરાવવામાં આવ્યો છે.

પોલીસે ગોસ્વામીને સીજી રોડ પર ફેરવ્યો
ખંડણી ખોર વિશાલ ગોસ્વામીને પોલીસે સીજી રોડ પર ફેરવી સોનીઓમાં તેનો ભય દૂર કરવાની કોશિશ કરી હતી. સોની પ્રકાશભાઇની હત્યા કરીને અન્ય સોનીઓને ધમકાવી તેમની પાસેથી ખંડણી ઊઘરાવનાર વિશાલ ગોસ્વામી ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવી ગયો હતો.

સુરતમાં પણ થયા દેખાવો, ગિરિરાજનું પુતળા દહન
ભાજપ સાંસદ અને નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મંત્રી ગિરિરાજ સિંહે સોનિયા ગાંધી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના પગલે સુરતમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા દેખાવો યોજીને ગિરિરાજ સિંહનું પુતળું ફૂંકવામાં આવ્યું હતું.

યૂરિયા કૌભાંડ મામલો, અધિકારીની બદલી
વડોદરામાં સામે આવેલા યૂરિયા કૌભાંડના કારણે તપાસ કરી રહેલા અધિકારીની તાત્કાલિક જામનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કૌભાંડમાં અન્ય રાજકીય માથાઓના નામ બહાર આવવાની બીકે રાજકીય દબાણના પગલે કરાઇ બદલી.
|
ચંદ્રેશ ઠાકર પર હુમલો
બનાસકાંઠામાં આરએસએસના સંયોજક ચંદ્રેશ ઠાકર પર હુમલો.

ભાવનગરી કંપનીમાં આગ
જૂના બંદર વિસ્તારમાં આલ્કોક્સ એક્સડાઉન કંપનીમાં લાગી આગ.
કંપનીના ભંગારમાં લાગી આગ.ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

વિદ્યાર્થિનીની છેડતી
તળાજાના પાવઠી ગામે શિક્ષક નિલેશ જાનીએ ધો.8ની વિદ્યાર્થિનીની છેડતી કરી.પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી.

આનંદીબહેન બેંગલુરુ માટે રવાના
આનંદીબહેન આજે બપોર બાદ બેંગલુરુ જવા માટે રવાના થશે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવામાં માટે જશે. 3-4 એપ્રિલે બેંગ્લુરૂમાં યોજાનારી બેઠકમાં હાજરી આપશે.












Click it and Unblock the Notifications
