હવામાં અથડાયા બે એરક્રાફ્ટ, 2 ભારતીય સહિત 4નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં બે એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મામાં 2 ભારતીયો સહિત 4નું મૃત્યુ થયું છે. બે એરક્રાફ્ટ અથડાયા બાદ જે દ્રષ્ય જોવા મળ્યું તે ખૂબ ભયાનક હતું. મીડિયાના અહેવાલો અનુસાર, લાઇટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર વચ્ચે અથડામણ થઇ હતી, જેને કારણે એરક્રાફ્ટ હવામાં જ ક્રેશ થઇ ગયું. આ દુર્ઘટનામાં બકિંગહમશાયર ન્યૂ યુનિવર્સિટીમાં એરોનૉટિક્સના બે વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું છે. 18 વર્ષીય સાવન મુંડે અને 27 વર્ષીય જસપાલ બાહરા બંને ભારતીય હતા.

aircraft crashes

સાવન એક કોમર્શિયલ પાયલટ બનવા માંગતો હતો અને આ માટે જ ઇંગ્લેંડમાં ટ્રેનિંગ લઇ રહ્યો હતો. જસપાલ બાહરા તેના ઇન્સ્ટ્રક્ટર હતા અને સાવનને ટ્રેનિંગ આપી રહ્યા હતા. એ સમયે જ આ ઘટના બની હતી. આ ટક્કર બાદ હેલિકોપ્ટર નજીકના એક ખેતરમાં ક્રેશ થયુ હતું. હેલિકોપ્ટરમાં સવાર ફ્લાઇટ ટ્રેનર માઇકલ ગ્રીન અને ટ્રેનિંગ લઇ રહેલ પાયલટ નુયેનનું પણ મૃત્યુ થયું છે. પોલીસે આ મામલાની તપાસ એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચને સોંપી છે. એઆઈબીની પ્રાથમિક તપાસ અનુસાર, આ બંને એરક્રાફ્ટ્સ અસંતુલિત થતા હવામાં અથડાયા હતા અને જમીન પર પડ્યા હતા. જો કે, મામલાની તપાસ હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.

English summary
An 18-year-old Indian-origin trainee pilot and his compatriot instructor were among four persons killed in a mid-air collision between a light aircraft and a helicopter in south-east England.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.