કોરોના વાળા વર્ષ 2020માં ગુજરાતના 21.8% ઘરમાં એક ટક પણ ચૂલ્હો ના સળગ્યો

કોરોના વાળા વર્ષ 2020માં ગુજરાતના 21.8% ઘરમાં એક ટક પણ ચૂલ્હો ના સળગ્યો

અમદાવાદઃ વર્ષ 2020 વીતી રહ્યું છે. લોકોના મનમાં આ વર્ષને લઈ કેટલીય એવી વાતો ઉઠી, જેણે નિરાશા ફેલાવી દીધી. કોરોના મહામારીને કારણે માર્ચના મહિનેથી જ કરોડો લોકોનું જીવન પરેશાનિઓથી ભરાઈ ગયું. આ કારણે જ વર્ષ 2020 મોટાભાગના લોકો માટે સારું નથી રહ્યું. લૉકડાઉનને કારણે જ્યાં લોકો મહિનાઓ સુધી ઘરોમાં રહ્યા છે, ત્યાં જ લાખો પ્રવાસી મજૂરો પર પણ સંકટ છવાઈ ગયો. આ દરમ્યાન હજારો લોકો તો પગપાળા જ ઘરે જવા માટે ભૂખા તરસ્યા નિકળ્યા. મહામારીના કાળમાં ઘણા લોકોના જીવ ચાલ્યા ગયા. એવા સમયમાં હવે લોકોનું ધ્યાન નવા વર્ષ પર છે કે 2021 કેવું રહેશે. હવે એક રિપોર્ટ એવો સામે આવ્યો છે જેણે પણ ચર્ચા જગાવી છે.

gujarat

અન્ન સુરક્ષા અભિયાન અંતર્ગત કરેલ હંગર વૉચ સર્વેમાં ગુજરાત સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવી છે. સર્વે મુજબ કોરોના કાળ દરમ્યાન ગુજરાતના 20.6 ટકા ઘરોમાં અનાજ ના હોવાના કારણે ખાવાનું ના બચી શક્યું. જ્યારે 21.8 ટકા ઘરોમાં એક ટાણા માટે ચૂલ્હો પણ નહોતો સળગી શક્યો. એટલું જ નહિ, કોવિડ લૉકડાઉન ખતમ થયાના પાંચ મહિના બાદ પણ ભૂખની સ્થિતિ ઘણી ગંભીર રહી. મોટી સંખ્યામાં ઘરોની (62 ટકા) આવક ઘટી. અનાજ (53 ટકા), દાળ (64 ટકા), શાકભાજી (73 ટકા) અને ઈંડા/ માંસાહારી પદાર્થ (71 ટકા), પુષણ ગુણવત્તાની માત્રા (71 ટકા) કમી આવી. આ ઉપરાંત 45 ટકા ઘરોમાં ભોજન ખરીદવા માટે પૈસા ઉધાર લેવાની જરૂરત વધી છે.

ઉપરોક્ત વાતો જાણવા માટે અન્ન સુરક્ષા અભિયાન (ગુજરાત) દ્વારા અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત 9 જિલ્લામાં સર્વે કરાવવામાં આવ્યો હતો. સર્વે સાથે જોડાયેલી ટીમે જણાવ્યું કે તેમણે આ સર્વે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કર્યો. સર્વેમાં એવું પણ માનવામાં આવ્યું કે, સરકારે લોકો માટે ઘણા પ્રયત્નો કર્યા. ભુખમરા પર કાબૂ મેળવવા માટે કેટલાંક પ્રભાવી પગલાં ઉઠાવ્યાં. કેન્દ્ર સરકારે રાશન આપ્યું, ગુજરાત સરકારે પણ અનાજ વિતરિત કર્યું.

જો કે, કોરોનાના પ્રકોપને પગલે રાજ્યભરમાં 4 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા. www.covid19india.orgના આંકલન મુજબ કોરોનાના સંક્રમણથી 4138 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X