21 March: ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

માતા બની વેરણ

માતા બની વેરણ

રાજકોટમાં કિશોરની લાશ બેગમાંથી મળી આવી, હકિકત એ છે કે માતાએ જ પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો, કારણ કે તેને તેની પર ચોરીની શંકા હતી.

અમરેલી/અમદાવાદ

અમરેલી/અમદાવાદ

અમરેલીમાં સ્વાઇન ફ્લુનો કેસ નહીં નોંધાતા આરોગ્ય ખાતામાં રાહત જ્યારે સિવિલ હોસ્પિટલમાં એક સ્વાઇન ફ્લુનો કેસ નોંધાયો.

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢમાં ફ્રીઝના ગોડાઉનમાં આગ લાગી હતી. જેને બુઝાવવા માટે બે ફાયર ફાયટરની મદદ લેવામાં આવી હતી. આગ પર કાબુ મેળવી લેવાયો છે, જોકે આ આગમાં કોઇ જાનહાની થઇ નથી.

અમદાવાદ

અમદાવાદ

ક્રિકેટ સટ્ટો 4000 કરોડ સુધી પહોંચ્યો, ટોમી પટેલ અને સિદ્ધાર્થ ત્રિવેદી સહિત અન્ય બુકીઓની ધરપકડ. સટ્ટાબાજીના તાર મુંબઇ, રાજસ્થાન સુધી જોડાયા. હજી મોટા માથા બહાર આવવાની સંભાવના.

રાજકોટ

રાજકોટ

હીરા ચોરીમાં ત્રણ આરોપીની રાજકોટમાંથી ધરપકડ કરાઇ, પોલીસે 2.07 કરોડના હિરા જપ્ત કર્યા.

ગેંગસ્ટર વિશાલ ગોસ્વાની ધરપકડ

ગેંગસ્ટર વિશાલ ગોસ્વાની ધરપકડ

કૂખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી જેને આજે ગુજરાત પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં હાજર કર્યો છે.

અમદાવાદ

અમદાવાદ

રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અહે્મદ પટેલે ચેટીચાંદ અને ગુડી પડવાના પર્વ નિમિત્તે જનતાને પાઠવી શુભેચ્છા.

નવસારી

નવસારી

ચિખલીના ખુંદ ગામની પ્રાથમિક શાળાના આચાર્યે સાત વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કરવાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.

ગાંધીનગર

ગાંધીનગર

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ગુડી પડવો,ચેટીચાંદ અને વિશ્વ વન દિવસ નિમિત્તે રાજ્યની જનતાને પાઠવી શુભકામના.

બનાસકાંઠાઃ

બનાસકાંઠાઃ

વાવ તાલુકાના રાઘાનેસડા ગામે છેલ્લા 10 દિવસમાં ભૂખમરો અને પીવાનું પાણી ન મળતા 27 પશુઓનાં મોત,જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત.

ગાંધીનગર

ગાંધીનગર

યુવા પ્રતિભા સમારોહમાં સીએમ આનંદીબહેન પટેલ. ઉપસ્થિત ખેલાડીઓએ ગુજરાત સરકારની કરી સરાહના. ગુજરાત સરકારે મને રૂ.62 લાખ જેટલી સહાય આપી છેઃ લજ્જા

ગાંધીનગર

ગાંધીનગર

આનંદીબહેનનું સંબોધન ખેલાડીઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે સરકાર જરૂરી મદદ કરશે વેકેશનમાં વિવિધ શિબિરો યોજવા આચાર્યોને કર્યું સૂચન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X