22 જુલાઇ, 2014 : ગુજરાતના સમાચારોની હાઇલાઇટ્સ

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહેવા માટે નીચે આપેલી સ્લાઇડર પર ક્લિક કરતા જાવ...

અમૂલ સોશિયલ મીડિયામાં કેમ બદનામ થયું?

અમૂલ સોશિયલ મીડિયામાં કેમ બદનામ થયું?


ગુજરાતની કંપની અમૂલના પેકેજ્ડ મિલ્ક પાઉચનો તારીખ સાથેનો ફોટોગ્રાફ દિવસભર સોશિયલ મીડિયામાં ફરતો રહ્યો હતો અને લોકો આ તારીખને ઉપયોગ કરવાની તારીખના બદલે ઉત્પાદનની તારીખ ગણી બેઠા હતા . જોકે , ભારતની સૌથી મોટી ડેરીએ ગ્રાહકોને શાંત કરવા માટે ટિ્વટર પર સ્પષ્ટતા કરી હતી કે '23 જુલાઈ 2014 એ યુઝ બાય ડેટ છે, પેકેજિંગની તારીખ નથી . પેકિંગ પર પણ આ બાબત પ્રિન્ટ કરવામાં આવી છે.' અમૂલનું સંચાલન કરતું ગુજરાત કો - ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ( GCMMF) ભારતનાં 13 રાજ્યોમાં દૈનિક 200 લાખ મિલ્ક પાઉચનું વેચાણ કરે છે .

ગુજરાતના CMને મળ્યા ટાટાના ચેરમેન સાયરસ મિસ્ત્રી

ગુજરાતના CMને મળ્યા ટાટાના ચેરમેન સાયરસ મિસ્ત્રી


ભારતના જાણીતા ઉદ્યોગ ગૃહ ટાટાના ચેરમેન સાયરસ મિસ્‍ત્રીએ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ તથા નાણામંત્રી સૌરભ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ગુજરાતના વિકાસ, ઔદ્યોગિક વિકાસની નવી તકો, ટાટાનું આગામી આયોજન સંદર્ભે ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવ્યું છે.

વિધાનસભા સત્ર પાંચ દિવસ વહેલું સમાપ્ત કરાશે

વિધાનસભા સત્ર પાંચ દિવસ વહેલું સમાપ્ત કરાશે


ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હવે પાંચ દિવસ વહેલું સમાપ્ત કરવામાં આવશે. હવે બજેટ સત્ર 31 જુલાઇને બદલે 25 જુલાઇએ પૂર્ણ થશે. આ નિર્ણય કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો છે. આ માટે શાસક અને વિપક્ષ બંનેએ સહમતી દર્શાવી છે. આ કારણે ગુરૂવારે 24 જુલાઇના રોજ એકના બદલે બે સત્ર મળશે.

રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ડંકો

રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ડંકો


જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં આજે ભાજપને બહુમતી મળતા હવે તમામ 8 મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન આવ્યું છે. વર્ષ 2010ની સામાન્‍ય ચૂંટણીમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ભાજપને બહુમતી મળતા ત્‍યાં ભાજપનું શાસન છે. 2011માં ગાંધીનગરમાં કોંગ્રેસને બહુમતી મળેલ પરંતુ 2012માં કોંગ્રેસના મેયર સહિતના કેટલાક કોર્પોરેટરોએ ભાજપ તરફી પક્ષપલ્‍ટો કરતા ભાજપનું શાસન સ્‍થપાયુ છે. હવે રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરતમાં વર્ષ 2015ના ઉતરાર્ધમાં અને ગાંધીનગરમાં 2016માં સામાન્‍ય ચૂંટણી યોજાશે.

પાક વિમા મુદ્દે કોંગ્રેસ આંદોલન કરી શકે

પાક વિમા મુદ્દે કોંગ્રેસ આંદોલન કરી શકે


કોંગ્રેસના ખેડૂત આગેવાન માધવસિંહ ગોહીલે જણાવ્‍યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ખેડુતોને ખોટી ખાત્રીઓ આપી પાક વિમા યોજનાનું ઓન લાઇન રજીસ્‍ટ્રેશન કરાવવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નહીં હોવાને કારણે સમયસર રજિસ્ટ્રેશન નહીં થતા રાજ્યના અનેક ખેડૂતો રજિસ્ટ્રેશનની તારીખ ચૂકી ગયા છે. આ કારણે ખેડુતોના આપઘાતનું પ્રમાણ ઘટાડવાને બદલે વધશે. જેથી ઉપરોકત બાબતે કેન્‍દ્ર અને રાજય સરકાર તાત્‍કાલીક ઘટતું કરવા નહીતર લોકશાહી મુજબ ખેડુત આંદોલન કરવામાં આવશે.

ગુજરાતમાં કેરોસીનના વેચાણ કમિશનમાં વધારો

ગુજરાતમાં કેરોસીનના વેચાણ કમિશનમાં વધારો


રાજય સરકારે હવેથી કેરોસીનના છૂટક વેચાણકારોને પણ જથ્‍થાબંધ વેચાણકારો સમકક્ષ એકસમાન વેચાણ કમિશન આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના આનંદીબહેન પટેલે રાજયમાં કેરોસીનના રર હજાર ઉપરાંત છૂટક વેચાણકારોને મળતા કમિશનમાં પ્રતિ લીટર 40 પૈસાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી આ કમિશન પ્રતિ લીટર 62 પૈસા કરવામાં આવ્‍યું છે.

ગુજરાતમાં મહિલા સાક્ષરતા દર વધીને 70.70 ટકા

ગુજરાતમાં મહિલા સાક્ષરતા દર વધીને 70.70 ટકા


ગુજરાતમાં કન્‍યા કેળવણીને ઉતેજન મળે તેવા હેતુથી છેલ્લા એક દાયકામાં રાજય સરકારે શિક્ષણ ક્ષેત્રે કરેલ અનેક પ્રયાસોના પરિણામે કન્‍યા કેળવણી ક્ષેત્રે સાક્ષરતાદરમાં 12.09 ટકાનો વધારો થયો છે. વર્ષ 2001માં મહિલા સાક્ષરતા દર 57.80 ટકા જેટલો હતો તે વધીને 70.70 ટકાએ પહોંચ્‍યો છે. દેશમાં વર્ષ 2011માં મહિલા સાક્ષરતા દર વર્ષ 65.50 ટકા હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X