22 June Covid Update : જાણો ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 226 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 163 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

22 June Covid Update : ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 226 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 163 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 108, સુરતમાં 37 કેસ, વડોદરામાં 26 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, રાજકોટમાં 7 કેસ, કચ્છ, મહેસાણા અને વલસાડમાં 4-4 કેસ નોંધાયા છે. ભાવનગર, જામનગર અને નવસારીમાં 3-3 કેસ, ભરૂચ અને પાટણમાં 2-2 કેસ નોંધાયા હતા. આ સાથે અમરેલી, ખેડા, આણંદ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.

કુલ 11,09,65,819 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,09,65,819 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,15,616 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1524 થઇ છે. જેમાંથી 2 ની હાલત ગંભીર છે, જ્યારે 1522 ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.98 ટકાછે.

આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 55,584 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,09,65,819 કોરોનાવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

22 June ની અમદાવાદ કોરોના અપડેટ

22 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 106 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે શહેરી વિસ્તારમાં 90 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 6082 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 554 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

22 June ની રાજકોટ કોરોના અપડેટ

22 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 5 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથેશહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1583અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2322 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

22 June ની ભારત કોરોના અપડેટ

22 June ની ભારત કોરોના અપડેટ

22 જૂનના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં કોરોના સંક્રમણના 12,249 નવા પોઝિટિવ કેસ અને13 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકના સમયગાળામાં સક્રિય કેસમાં 2,300 થી વધુનો વધારો થયો છે.

નવીનતમઅપડેટ્સથી દેશની એકંદર કોવિડ સંખ્યા 4,33,31,645 થઈ ગઈ છે. આ સાથે કુલ 5,24,903 મૃત્યુ અને સક્રિય કેસનો આંક 81,687 પરપહોંચ્યો છે.

મંગળવારથી સક્રિય કેસોની સંખ્યામાં 2,374 નો વધારો થયો છે અને હવે કુલ કોરોના સંક્રમણના 0.19 ટકા છે, એમ આરોગ્યમંત્રાલયે જણાવ્યું હતું.

કોવિડ રસીના 196.45 કરોડ ડોઝ આપવામાં આવ્યા

કોવિડ રસીના 196.45 કરોડ ડોઝ આપવામાં આવ્યા

દેશનો કોવિડ-19 રિકવરી રેટ 98.60 ટકા નોંધાયો હતો કારણ કે આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,27,25,055 થઈ ગઈછે.

કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી COVID 19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાંઅત્યાર સુધીમાં કોવિડ રસીના 196.45 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X