23 March: ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સુરતી લાલાઓ માટે નવુ પ્લેન

સુરતી લાલાઓ માટે નવુ પ્લેન

ડાયમંડ એરોનોટિકલ કંપનીએ આગમી સપ્તાહથી સુરત રાજકોટ વચ્ચે વિમાની સેવા પ્રારંભ કરવાની છે. વધુમાં એક ફોર સીટર પ્લેન પણ ખરીદવામાં આવ્યું છે. આ પ્લેન કલાક પ્રમાણે ભાડે આપવામાં આવશે.

રાજપથ ક્લબમાં મતદાન સંપન્ન

રાજપથ ક્લબમાં મતદાન સંપન્ન

રાજપથ ક્લબની હાઇપ્રોફાઇલ ચૂંટણીમાં 6,483 સભ્યોએ કર્યું મતદાન. બોગસ વોટિંગના આક્ષેપો વચ્ચે મતગણતરી હાલ સ્થગિત કરવામાં આવી છે. નોંધનીય છે કે મતદાન શરૂ થતા આખો રસ્તો વૈભવી ગાડીઓથી ભરાઇ ગયો હતો.

ડીસાની હાઉસીંગ સોસાયટીમાં કુટણખાણું પકડાયું

ડીસાની હાઉસીંગ સોસાયટીમાં કુટણખાણું પકડાયું

ડીસાની તિરૂપતિ સોસાયટીના એક મકાનમાં સેક્સ રેકેટ ચાલતું હોય તેવી બાતમી મળતા પોલિસે રેડ પાડીને ત્રણ યુવતીઓ તેમજ ચાર યુવકો સાથે કુલ 7 લોકોની ધરપકડ કરી છે.

સુરતમાં સ્વામિનારાણ સાધુઓ કરી સફાઇ

સુરતમાં સ્વામિનારાણ સાધુઓ કરી સફાઇ

સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને સાધુઓએ મળીને કર્યા સુરતના રસ્તા સાફ. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બાપ્સના 16000 સ્વયંસેવકો ભારતના 3800 ગામો અને શહેરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવાની લીધી શપથ.

એ ઉનાળો આવી ગયો

એ ઉનાળો આવી ગયો

રાજ્યમાં ઉનાળો શરૂ. અમદાવાદમાં પારો 40.2 ડિગ્રી પહોંચ્યો તો ભૂજ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન થતા લોકો ગરીમીથી ત્રાહિમામ થવા લાગ્યા છે. જો કે હવામાન ખાતાનું કહેવું છે કે માવઠાના કારણે આ વખતે ઉનાળો મોડા શરૂ થયો છે.

આસારામ કેસના અધિકારીને મળી ધમકી

આસારામ કેસના અધિકારીને મળી ધમકી

આસારામની મિલકતો અંગે તપાસ કરતા ઇન્કમટેક્સ ઇન્સપેક્ટરની માતાને આવ્યો ધમકી ભર્યો ફોન. જાનથી મારી નાખવાની મળી ધમકી. જેને પગલે ઉમરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ તપાસ હાથ ધરાઇ છે.

શુગર મિલોને મળી ITની નોટિસ

શુગર મિલોને મળી ITની નોટિસ

સુરત જિલ્લામાં આવેલી 5 મિલોને ઇન્કમટેક્સ વિભાગ તરફથી 437 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે. પાછલા બે વર્ષનો ટેક્સ બાકી રહ્યો હોવાનું જણાવતા સરકારી શુગર ફેક્ટરીના અધિકારીઓએ તાજવીજ શરૂ કરી હતી. જો કે રજૂવાત બાદ હાલ વસુલાત મુલતવી રખાઇ છે.

આણંદમાં પકડાયો બાઇક ચોર

આણંદમાં પકડાયો બાઇક ચોર

બોરસદ રોડ પરથી આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ચોરીની બાઇક સાથે એક યુવકની ધરપકડ કરી છે. વધુમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી. જે આધારે પોલિસે કુલ ત્રણ બાઇકો કબજે કરી છે.

બચી ગયા ફેર પરીક્ષા નહીં લેવાય

બચી ગયા ફેર પરીક્ષા નહીં લેવાય

હાલ ધો 12ની બોર્ડની પરીક્ષામાં બાયોલોજીનું પેપર ફૂટી ગયું છે તેવી વાત બહાર આવતા શિક્ષણ બોર્ડ તપાસ આદરી હતી. જો કે તપાસ બાદ કોઇ પુરાવા ના મળતા શિક્ષણ બોર્ડે બાયોલાજીના પેપરની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય ટાળ્યો છે. જેથી વિદ્યાર્થીઓને હાશકારો થયો છે.

વલસાડમાં દારૂ ભરેલ ટ્રક પકડાયો

વલસાડમાં દારૂ ભરેલ ટ્રક પકડાયો

વલસાડમાં પકડાયો દારૂ ભરેલ ટ્રક. આશરે 30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલિસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. જો કે આ કેસમાં બે આરોપી ફરાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X