24 June Covid Update : જાણો ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 416 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 230 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

24 June Covid Update : ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 416 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 230 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 184, સુરતમાં 90 કેસ, વડોદરામાં 43 કેસ, રાજકોટમાં 16 કેસ, ભાવનગરમાં 14 કેસ, ગાંધીનગરમાં 19 કેસ, વલસાડમાં 12 કેસ, ભરૂચમાં 5 કેસ, જામનગર અને કચ્છમાં 7-7 કેસ, મહેસાણા અને નવસારીમાં 3-3 કેસ, અમરેલી, આણંદ, મોરબી અને પાટણમાં 2-2 તેમજ દેવભૂમિ દ્વારકા, મહિસાગર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

કુલ 11,11,03,686 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,11,03,686 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,16,036 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1927 થઇ છે. જેમાંથી 4 ની હાલત ગંભીર છે, જ્યારે 1923 ની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.95 ટકાછે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 82,229 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,11,03,686 કોરોનાવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

24 June ની અમદાવાદ કોરોના અપડેટ

24 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 182 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે શહેરી વિસ્તારમાં 113 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 5508 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2630 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

24 June ની રાજકોટ કોરોના અપડેટ

24 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 15 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથેશહેરી વિસ્તારમાં 12 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2101અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2375 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

24 June ની ભારત કોરોના અપડેટ

24 June ની ભારત કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 17,336 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા4,33,62,294 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. ભારતમાંપણ છેલ્લા 24 કલાકમાં 13 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 5,24,954 પર પહોંચી ગયો છે.

આ સાથે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.19 ટકાનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.60ટકા નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસોમાં 4,294નો વધારો થયો છે. આ સાથે ડેઇલી પોઝિટિવિટી રેટ 3.94 ટકા અને વીકલીપોઝિટિવિટી રેટ 2.90 ટકા નોંધાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X