નેપાળમાં ભારે ભૂકંપ, 600 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

નેપાળમાં ભારે ભૂકંપ, ફસાયા 600 ગુજરાતી પ્રવાસીઓ
આજે નેપાળમાં ભારે 7.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આખા નેપાળમાં બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે. 100થી પણ વધારે લોકોના માર્યા ગયાના સમાચાર છે. એવામાં પ્રવાસ માટે ગયેલા 600 ગુજરાતીઓ અહીં ફસાયા છે. જેમને માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. અને તેમના માટે કંટ્રોલરૂમની શરૂઆત કરી છે.
|
હેલ્પલાઇન નંબર
નેપાળ ભૂકંપમાં 150 લોકોના મોત. નેપાળના હાલ બેહાલ. ગુજરાતના પ્રવાસીઓ પણ ત્યાં ફસાયા છે. એવામાં કંટ્રોલરૂમના આ નંબર આપને ઉપયોગી બનશે.
|
ભૂકંપ વિશે આનંદીબેને શું કહ્યું
ભૂકંપ વિશે આનંદીબેને ટ્વિટ કરીને કહ્યું કે મને ખૂબ જ ખરાબ સમાચાર મળ્યા છે નેપાળમાં ભૂકંપ વિશેના. પ્રાર્થના કરું છું કે ઓછામાં ઓછી જાનહાનિ થાય.
|
ગુજરાતમાં ભૂકંપના આંચકા
ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, આનંદીબેને નાગરિકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી.
|
સીએમએ આપ્યા હેલ્પલાઇન નંબર
અાનંદીબેને ટ્વિટ કરીને જણાવ્યું કે ગુજરાતી પ્રવાસીઓ પણ નેપાળમાં ફસાયા છે જેમના માટે તેમણે આપ્યા હેલ્પલાઇન નંબર.

સ્વામિનારાયણ મંદિરને શતાબ્દી વર્ષ
બોટાદમાં આવેલા સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી વર્ષની ઉજવણી આજથી શરૂ કરી દેવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ સાનિધ્યમાં મંદિરના શતાબ્દી વર્ષની ઉજવણી સભા યોજાઇ હતી.

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર એ છે કે તેમના માટે મોઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તેમને હવે 6 ટકા વધારે મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે. આ લાભ પેન્શનર્સને પણ મળશે.

કર્ણાવતી ક્લબમાં બાઇક સ્ટંટ
અમદાવાદની કર્ણાવતી ક્લબમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. એવામાં ગઇકાલે અહીં બાઇક સ્ટંટનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કર્તબબાજોએ દિલધડક સ્ટંટ કરીને લોકેને ચોંકાવી દીધા હતા.












Click it and Unblock the Notifications
