10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં લેશે 25 દેશો ભાગ, જાણો નામ
Vibrant Gujarat Global Summit 2024: રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (VGGS 2024) ની આગામી 10મી આવૃત્તિ માટે 25 દેશોએ પાર્ટનર દેશો તરીકે તેમની સહભાગિતાની પુષ્ટિ કરી છે.
VGGS 2024ની તૈયારીઓ અંગે બુધવારના રોજ રાજ્યની રાજધાનીમાં એક પ્રેસ બ્રિફિંગમાં રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 25 દેશોમાંથી 21 દેશોએ લેખિત સંમતિ આપી છે, જ્યારે બાકીના ચારે મૌખિક પુષ્ટિ આપી છે. વાર્ષિક સમિટ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન યોજાવાની છે.

જે દેશોએ ઔપચારિક રીતે લેખિતમાં સંમતિ આપી છે, તેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, જાપાન, મલેશિયા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, ચેક રિપબ્લિક, પોલેન્ડ અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે. મૌખિક સંમતિ આપતા રાષ્ટ્રો કઝાકિસ્તાન, રશિયા, યુગાન્ડા અને સાઉદી અરેબિયા છે.
રૂષિકેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારને બે રાજ્યોના વડાઓ (રાષ્ટ્રપતિઓ)ની હાજરી માટે લેખિત પુષ્ટિ મળી છે, જેમાં વધુ ત્રણ રાજ્યના વડાઓ VGGS 2024 ખાતે તેમની સહભાગિતાની મૌખિક રીતે પુષ્ટિ કરે છે.
VGGS 2024 સુધીના ભાગરૂપે, અત્યાર સુધીમાં 2774 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે 10.91 લાખ રોજગારની તકોની અપેક્ષિત સર્જન સાથે કુલ રૂપિયા 3.37 લાખ કરોડના સંભવિત રોકાણો દર્શાવે છે. રૂષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, આ કાર્યક્રમ માટે 72 દેશોના 75,000 પ્રતિનિધિઓએ નોંધણી કરાવી છે.
ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસિઝના વડા સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ, ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ 34.7 ટકા પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે, અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે. આ કારણે જ ગુજરાતે 2023માં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી 30,000 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે. ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે.
સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર 4 ટકા છે ,જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે. આ ઉપરાંત બંદરો, કનેક્ટિવિટી, સ્થિર સરકાર, પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા, ઝડપી નિર્ણયો, શ્રમ ઉપલબ્ધતા, વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે.
વર્તમાનમાં પણ ગુજરાત દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર છે. અભ્યાસમાં જણાવાયું છે કે, ગુજરાતની સિદ્ધિ માટે ઘણા કારણો છે, જે નીતિઓ, સંસાધનો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણના વ્યૂહાત્મક સંયોજનને પ્રદર્શિત કરે છે. આ અભ્યાસ મુજબ, નીચે આપેલા કારણો ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યાત્રામાં ગુજરાતનું મહત્તમ યોગદાન સુનિશ્ચિત કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટઃ વૈશ્વિક આર્થિક જોડાણ - છેલ્લા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં રોકાણ માટે સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટ તરીકે સ્થાપિત થઇ છે. આ સમિટ દ્વારા રાજ્ય સરકારે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક જરૂરિયાતોને સમજીને તે મુજબ રાજ્યમાં સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે.
આ અભ્યાસ અનુસાર ગુજરાત 50 કરોડના કેપિંગ સાથે પ્રોજેક્ટ ખર્ચના 40 ટકાના ખર્ચે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં લેન્ડ યુઝ કન્વર્ઝન માટે માટે રાહત દરો આપવામાં આવે છે, જેના લીધે જેથી રોકાણકારો અહીં રોકાણ કરવા આકર્ષિત થાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં?









Click it and Unblock the Notifications
