વડોદરા: ગોત્રીમાં સૌરભ પટેલની હાજરીમાં પત્થરમારો

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મૃતકોને શ્રદ્ધાંજલિ

મૃતકોને શ્રદ્ધાંજલિ

નેપાળમાં આવેલા ભૂકંપના પગલે મૃતકોનો આંકડો 3000ને પાર થઇ ગઇ છે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેરઠેર હોમ હવન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાટકેશ્વરના ખોડિયાર મંદિર ખાતે સ્થાનિકો એકઠા થઇને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ભજનો ગાયા હતા.

રાઇડની સીટ તૂટી

રાઇડની સીટ તૂટી

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત કરવામાં આવેલા મેળામાં એક રાઇડની સીટ તૂટી ગઇ હતી, જેના કારણે એક બાળકી સહિત ત્રણ લોકોને ઇજા થઇ હતી. પોલીસે રાઇડ્સના માલિક સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

લાશ મળતા ચકચાર

લાશ મળતા ચકચાર

સુપ્રસિદ્ધ મંદિર ડાકોર પાસે પસાર થથી સેઢી નદીમાંથી 25 વર્ષીય શખ્શની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. મૃતક યુવકના હાથ રૂમાલથી બાંધી દેવામાં આવ્યા હતા. જે પરથી પોલીસે જણાવ્યું હતું કે તેની હત્યા કરવામાં આવી છે.

સંજય જોશી

સંજય જોશી

ભાજપના પૂર્વ મહામંત્રી અને આરએસએસના નેતા સંજય જોશી પાલનપુરના મહેમાન બન્યા હતા. ખેરાલુના વિઠોડા ગામે તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

શામળાજી ચેકપોસ્ટ શરમજનક ઘટના

શામળાજી ચેકપોસ્ટ શરમજનક ઘટના

શામળાજી ચેકપોસ્ટ પર વધુ એક શરમજનક ઘટના બની છે. ચેકપોસ્ટ પર એક દારૂ ભરેલી કારચાલકે કોંસ્ટેબલ પર કાર ચલાવી દીધી હતી.

વડોદરા ગોત્રીમાં પત્થરમારો

વડોદરા ગોત્રીમાં પત્થરમારો

મંત્રી સૌરભભાઇ પટેલની હાજરીમાં કાર્યક્રમમાં વાત વણસી અને સ્થાનીકોએ કર્યો પત્થરમારો. મુખ્યમંત્રી આવાસ ખાત મુહૂર્તનો કાર્યક્રમ હતો જેમાં લોકોએ મંડપ તોડી અને પત્થરમારો કર્યો હતો. પત્થર મારામાં ડે. મેયર સુનિતા શુક્લ ઇજાગ્રસ્ત.

ગુજરાત શિક્ષણ બોર્ડે 10-12ના પરિણામોની જાહેરાત કરી

ગુજરાત શિક્ષણ બોર્ડે 10-12ના પરિણામોની જાહેરાત કરી

ગુજરાત શિક્ષણ બોર્ડે 10-12ના પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું કે ધોરણ 10નું પરિણામ 2 જૂનના રોજ જાહેર થશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 25 મેના રોજ 12 સામાન્ય 30 મેના રોજ પરિણામ જાહેર થશે.

ઇસ્કોન મોલ લોકર ચોરી મામલો

ઇસ્કોન મોલ લોકર ચોરી મામલો

પોલીસે ઇસ્કોન મોલમાં આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શનનું કામ હાથે ધર્યું.

કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય ખસેડાશે

કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય ખસેડાશે

પ્રદેશ કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય ખસેડીને SG હાઈવે પર સિંધુભવન પાસે લઈ જવાય એવી શક્યતા છે. પ્રદેશ કોંગ્રેસ અમદાવાદના પાલડીમાં આવેલા પ્રદેશ કાર્યાલયને મોટા ભાગના નેતાઓ અપશુકનિયાળ માને છે.

BJPની શહેર કારોબારી બેઠક

BJPની શહેર કારોબારી બેઠક

BJPની શહેર કારોબારી GMDC કન્વેનશન હોલમાં કાલે મળશે. સીએમ આનંદીબહેન હાજરી આપે તેવી શક્યતા છે. કોર્પોરેશનની ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે.

નેપાળમાં ગુજ્જુ મહિલાઓ સુરક્ષિત

નેપાળમાં ગુજ્જુ મહિલાઓ સુરક્ષિત

ગુજરાતના મુખ્ય સમાચારો વીડિયોમાં

ગુજરાતના મુખ્ય સમાચારો વીડિયોમાં, કરો ક્લિક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X