28 જુલાઇ, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

ભુજમાં ફેસબુક પર મુસ્લિમ લાગણી દુભાવ્યા બાદ સ્થિતિ ગંભીર
રવિવારે ભુજમાં આવેલા બી ડીવીઝન પોલીસ મથક પર મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. આ બનાવમાં પોલીસે પણ ટોળા સામે ટીયર ગેસના 10 સેલ છોડ્યા હતા. ઉપરાંત હવામાં 25 રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. આ ઘટનામાં દસ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા, જ્યારે પોલીસની 13 ગાડીઓને નુકસાન થયું હતું.

ઘટનાનું મૂળ એક દિવસ પહેલા ભુજના રહેવાસી નોફીલ લતીફ થૈબાને તેના ફેસબુક પર માંડવીના ભાલેશ ગઢવી અને પોલસિંગ નામના શખ્સોએ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી. શનિવારે સાંજે બી ડીવીઝન પોલીસ મથકે બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે તાબડતોબ ભાલેશ ગઢવીની ધરપકડ કરી હતી. રવિવારે બપોરે 2 વાગે ભાલેશને બી ડીવીઝન પોલીસ મથકે લવાયો ત્યારે મુસ્લિમ સમાજના ટોળાએ ગઢવીને ટોળાને સોંપવા પોલીસને જણાવ્યું હતું. પોલીસે તે ગેરકાયદેસર હોવાનું કહેતા સાંજે છ વાગે ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરતા નાછુટકે પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

bhuj-facebook-muslims

ગુજરાતમાં 18,000 કરોડની વેટ વસૂલાત બાકી
કેગ દ્વારા તાજેતરમાં જ વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં વેટની વધતી જતી બાકી રકમ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વેટની વાર્ષિક આવક આશરે રૂિપયા 50,000 કરોડની છે. બાકી લેણામાંથી રૂપિયા 12,000 કરોડ તો છેલ્લાં પાંચ વર્ષથી વસૂલાયા નથી. રાજ્ય સરકાર માટે વેટની આવકનું ખૂબ જ મહત્ત્વ છે. પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવામાં આવે છે. સરકારી ખર્ચાઓ અને વિકાસના કામોને પહોંચી વળવા રાજ્ય સરકાર વેટની વસૂલાત પર વિશેષ ધ્યાન આપે છે. ગુજરાત સરકારની કુલ આવકના 73 ટકા આવક વેટમાંથી પ્રાપ્ત થાય છે પણ વાણિજ્ય વેરા વિભાગનું વેપારીઓ પાસે બાકી લહેણુંરૂપિયા 18,000 કરોડ જેટલું છે. વેટની આ બાકી રકમની વસૂલાત થઈ શકતી નથી. આ રકમ વેટની કુલ વાર્ષિક આવકના 36 ટકા જેટલી છે.

ગુજરાત કોંગ્રેસમાં સારું કામ કરનારાને જવાબદારી સોંપાશે : શેખરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની વિવિધ પાંખો જેવી કે NSUI, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, સેવાદળ સહિત વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ, પદાધિકારીઓની રવિવારે રાજીવ ગાંધી ભવન ખાતે મળેલી સંયુક્ત બેઠકમાં પ્રદેશના સહપ્રભારી અશ્વિન શેખરીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિના માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને તેનો અહેવાલ તૈયાર કરવો. સમગ્ર કાર્યક્રમોનું કોંગ્રેસ દ્વારા મોનીટરીંગ કરાશે જે સારું કામ કરશે તેને જવાબદારી સોંપાશે અને જે પદાધિકારીઓ કાર્યક્રમોમાં સક્રિયતા નહીં દાખવે તેમને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે.

વડોદરાની વિશ્વામિત્રીમાં ઘોડાપૂરથી મગરો શહેરમાં ઘૂસ્યા
ભારે વરસાદને પગલે વડોદરા શહેર વચ્ચેથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. વનવિભાગે જાહેર કર્યું છે કે વિશ્વામિત્રી નદીમાં 400થી વધારે મગરો છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે વિકરાળ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવવાના બનાવો બન્યા છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં હોવાથી લોકો આખી રાત મગર ઘૂસી આવવાના ભયથી ફફડતા રહી ઊંઘી શક્યા નહોતા.શહેરના પંડ્યા બ્રિજ પાસેની એક સોસાયટીમાં વિકરાળ મગર ઘૂસી આવ્યો હતો જેને જોઇ સ્થાનિક રહેવાસીઓના હાંજા ગગડી ગયા હતા. બનાવની જાણ થતા વન વિભાગના સ્ટાફે ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂરી સલામત સ્થળે છોડ્યો હતો. રવિવારે પણ વિશ્વામિત્રી 24 ફૂટની સપાટીએ વહી રહી હતી.

crocodile

સુરતમાં ઉકાઇ ડેમના દરવાજા ખુલ્લા મુકાયા
ઉકાઈના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે છેલ્લા ત્રણ જ દિવસમાં સપાટીમાં 24 ફૂટ જેટલો વધારો થયો છે. તેને કારણે ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલ પ્રમાણે સપાટી 324.06 ફૂટ છે. પાણીની આવક વધતા તે 325.26ની સપાટી પર પહોંચી ગઈ છે. તેને કારણે ઉકાઈના નવ જેટલા ગેટને ખુલ્લા કરાયા છે. તે પૈકી સાત ગેટ ચાર ફૂટ જ્યારે બે ગેટ 5.5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સલામતીને ધ્યાનમાં રાખીને કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X