12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીની ધરપકડ

Subscribe to Oneindia News

પાલડી વિસ્તારમાં પોતાના ભાઇ-ભાભીના ત્યાં રહેતી હતી ૧૨ વર્ષીય સગીરા પર ૩ નરાધમોએ બળાત્કાર ગુજાર્યાની પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પોલીસે સંજય ઉર્ફે કાલુ મનુભાઈ પટની, દિનેશ ઉર્ફે ચીકુ મણાજી ઠાકોર અને કાલુસિંગ ગંગાસિંહ રાજપુતની ધરપકડ કરી છે. સગીરા સંજયને પહેલેથી ઓળખતી હતી, કારણ કે સંજય તેના ઘર પાસે વોચમેનની નોકરી કરતો હતો. અન્ય આરોપી દિનેશ કેટરીંગમાં કાલુસિંહને ત્યાં નોકરી કરતો હતો, તેણે નરોડા ખાતે કાલુ સિંહના ગોડાઉનમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

rape accused

પાલડીમાં અનાથ સગીરા પર સિક્યુરીટી ગાર્ડ અને રિક્ષા ચાલકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા પોતાની ભાભી સાથે ઘરકામ કરતી હતી. પાલડી મહાલક્ષ્મી વિસ્તારમાં વિમલ બંગ્લોઝ નજીક આવેલી એક સોસાયટીના સિક્યુરીટી ગાર્ડ દિનેશ ઠાકોર સાથે પ્રેમમાં પડી હતી. ગત તા. ૧૨ માર્ચના રોજ દિનેશે કિશોરીને ફોન કર્યો હતો, પરંતુ ફોન તેની ભાભીએ રિસીવ કરતાં ભાંડો ફૂટી ગયો હતો.

rape

અહીં વાંચો - મહેસાણામાં વૃદ્ધે પોતાનાથી 40 વર્ષ નાની યુવતી પર કર્યું દુષ્કર્મ

કિશોરી રડતી રડતી રોડ પર ઉભી હતી, જ્યાં નરોડામાં રહેતો અને કેટરીગમાં કામ કરતો સંજય પટની નામનો રિક્ષા ચાલક તેને પોતાની રિક્ષામાં બેસાડી લઇ ગયો હતો. તેણે કિશોરીને પર દુષ્કર્મ ગુજાર્યું હતું. કેટરીંગનો વ્યવસાય કરતા કાલુ સિંહે પણ કિશોરીને ઓફર કરી હતી. જો કે કેટરીંગવાળાના પુત્રએ કિશોરી સાથે વાત કરતાં તેના ભાઇ પાલડીમાં રહેતા હોવાની જાણ થઇ હતી. જેથી યુવકે પોલીસને સંપર્ક કરતાં પોલીસ આજે સવારે કિશોરીને લઇ આવી હતી અને ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ત્રણે શખ્સોની ધરપકડ કરી હતી.

English summary
3 accused for raping a minor girls arrested by Ahmedabad police.
Please Wait while comments are loading...