અમદાવાદથી અયોધ્યા ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત
3 Died in Bus Accident : અમદાવાદથી અયોધ્યા જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો છે. શાહજહાંપુરમાં 56 શ્રદ્ધાળુઓનેલઈ જતી બસ રોડવેઝની બસ સાથે ટકરાઈ હતી. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ કુલ 51 મુસાફર ઘાયલ થયા છે.
અકસ્માત અંગેની મળતી માહિતી મુજબ, લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પરથી વૃદાંવન થઈ અયોધ્યા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં સવાર ત્રણ શ્રદ્ધાળુઓનું સારવાર દરમિયાન મોત થયુ હતું, જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સવારે એક્સપ્રેસ હાઈવે પર નડ્યો અકસ્માત
આ સમગ્ર અકસ્માત વિશે માહિતી આપતા પોલીસ અધિક્ષક ગ્રામીણ અખિલેશ ભદૌરિયાએ જણાવ્યુ હતુ કે, અમદાવાદથી તિર્થયાત્રા પર નીકળેલી બસને શુક્રવાર સવારે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત નડ્યો છે. હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોમાંથી રાધાબેન (ઉં.વ. 60), ઈશા પટેલ (બે વર્ષ) અને યુગ (13 વર્ષ)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યાં જ અન્ય પાંચ ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે.

બસ અને ટ્રક બચાવવા જતા થયો અકસ્માત
બસ અકસ્માત અંગે બસ ડ્રાઈવર દુર્ગેશસિંહ રાણાવતે જણાવ્યુ હતુ કે, શ્રદ્ધાળુઓ સાથે અમે અમદાવાદથી અયોધ્યા જવા નીકળ્યા હતા. આજે સવારે 4 વાગે ફીલનગર ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે એક રોડવેઝ બસ ઊભી હતી. બસને બચાવવા જતાં બીજી તરફથી એક ટ્રક આવી ગઇ હતી.
બસ ઝાડીઓ સાથે પણ અથડાઈ
આ સમયે ટ્રક અને રોડવેઝની બસને બચાવવા મેં બ્રેક લગાવી હતી, પરંતુ બસ રોડવેઝમાં ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ એ રોડની બાજુમાં આવેલી ઝાડીઓ સાથે પણ અથડાઈ હતી.












Click it and Unblock the Notifications
