For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ નિવૃત આઇપીએસ ભાજપમાં જોડાયા

|
Google Oneindia Gujarati News

bjp
અમદાવાદ, 8 નવેમ્બરઃ ભાજપમાંથી 2007માં અલગ પડેલા ડો. કે.ડી. જેસ્વાણી અને ત્રણ નિવૃત આઇપીએસ અધિકારી ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત અમદાવાદના નિકોલ વોર્ડની કોંગ્રેસની આખી સમિતિ ભાજપમાં જાડોઇ ગઇ હોવાના અહેવાલ પણ છે. ભાજપ સાથે જોડાયેલા ત્રણ નિવૃત આઇપીએસમાંથી બે ઉમેદવાર તરીકે જોડાયા છે.

ભાજપમાં જોડાયેલા નિવૃત અધિકારીઓ અંગે વાત કરીએ તો નિવૃત ડીઆઇજી કે.ડી. પાટડિયા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે અને તેઓ પાટડી બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડે તેવી સંભાવનાઓ છે. સ્વેચ્છિક નિવૃતિ લેનારા બી.ડી. વાધેલા ઝાલોદના વતની છે, ઝાલોદ બેઠક કોંગ્રેસની પરપરાગત બેઠક હોવાથી વાઘેલાને આ બેઠક પરથી ઉભા રાખવામાં આવે તેવી ચર્ચા થઇ રહી છે, જ્યારે નિવૃત ડીઆઇજી બી કે શ્રીમાળીએ પક્ષના કાર્યકર તરીકે કામ કરવાની તત્પરતા દર્શાવી છે.

ભાજપના જૂના કાર્યકર નડિયાદના ડો કે.ડી. જેસ્વાણી 2001માં નરેન્દ્ર મોદી આવ્યા બાદ કેશુભાઇના જૂથમાં સક્રિય હતા. 2007માં સામુહિક બળવામાં તેમણે ભાજપ છોડ્યું હતુ. કેશુભાઇ પટેલે પરિવર્તન પાર્ટી લોન્ચ કરતા તેઓ તેમાં જોડાયા હતા. પાર્ટી છોડવા અંગે તેમણે જણાવ્યું છે કે પાર્ટીમાં પરિવારવાદ, વ્યક્તિવાદ અને સંકુચિતતા વ્યાપક હોવાથી મે પાર્ટી છોડી છે.

English summary
BJP got yet another boost as three retired IPS officers and a Gujarat Parivartan Party (GPP) leader joined the party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X