રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માત, બોલેરોચાલકે એક્ટિવાને મારી ટક્કર, 3 નાં મોત
Rajkot: રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર-રાજકોટ હાઈવે પર એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, તેમાં એક જ પરિવારના લોકોનાં મોત થયા છે. સમગ્ર મામલાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર, જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા જાયવા ગામ પાસે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. ફુલ સ્પીડે ચલાવી રહેલા બોલેરો ચાલકે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેના કારણે આશાપુરા હોટેલ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થયો હોવાની જાણ થતા જ આસપાસના ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમ્રગ અકસ્માતના આ બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
સમગ્ર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં મૃતકોમાં પતિ-પત્ની અને પુત્રી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા ધ્રોણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટટમ ખાસે મોકલી દીધા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
અકસ્માત અંગેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે, મૃતકો જામનગરના ઘ્રોલના ભેસદડ ગામના રહેવાસી હતા. જો કે, સમગ્ર મામલે પોલીસે હવે કાયદેસરની પ્રકિયા હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
