ભરૂચમાં 3 માળનું મકાન અચાનક થયું ધરાસાઈ

Subscribe to Oneindia News

ભરૂચ શહેરના વડાપાડા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે ૩ માળનું મકાન ધરાસાઈની ઘટના બની હતી. મકાનમાં સુતેલા જયંતી ટેલર નામના વ્યક્તિનો આકસ્મિક બચાવ થયો હતો. સદનસીબે 3 માળનું બિલ્ડિંગ અચાનક પડી જતા પણ જયંતીભાઇ બચી ગયા હતા. મકાન ધરાસાઈ થતા કાટમાળના નીચે પડ્યો હતો. જોકે જયંતી ટેલર જે જગ્યા સુતા હત્યા ત્યાં કાટમાળ ના પડતા બચાવ થયો હતો. જોકે મકાન ધરાસાઈ થવાની ઘટના બનતા લોકો બહાર દોડી આવ્યા હતા.

bharuch

મળતી માહિતી મુજબ મકાનના બાજુની સાઈડમાં મકાન ઉતારવામાં આવ્યું હતું. જોકે મકાન ઉતારતી વખતે આપેલા ટેકા કમજોર પડતા મકાન ધરાસાઈ થયું હતું. શનિવારે વહેવલી સવારે આ ઘટના બની હતી. ગ્રાઉન્ડ સાથે જ મકાન કકડભૂશ થયું હતું. જો કે ઘટના વહેલી સવારે બની હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. હાલ ધરાશાયી ઇમારતને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ.

English summary
3 storey building collapse at Bharuch.Read here more
Please Wait while comments are loading...