ગુજરાતમાં એસટી બસોના પૈડા થંભી ગયા

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાતમાં એસટી બસોના પૈડા થંભી ગયા

ગુજરાતમાં એસટી બસોના પૈડા થંભી ગયા

કર્મચારીઓ હડતાળ પર જતાં બસના પૈડાઓ થંભી ગયા. પ્રવાસીઓને હડતાળની જાણકારી ન અપાતા પરેશાન. ગીતા મંદિરેકાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ગાંધીનગર, ખેરાલુ ડેપોમાં પણ બસોના પૈડા થંભી ગયા. બે દિવસ પહેલા ટિકિટ બુક કરાવી છતાં પ્રવાસીઓ પરેશાન.

પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર પ્રતિબંધ

પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર પ્રતિબંધ

એએમસીએ પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર 1મેથી પ્રતિબંધ લગાવ્યો છે. ચાના પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધનો થશે અમલ, ભંગ કરનારને 200થી 5 હજાર સુધીનો દંડ કરાશે.

ડીજીપીને પત્ર લખી એસપીની ફરિયાદ

ડીજીપીને પત્ર લખી એસપીની ફરિયાદ

ગિર-સોમનાથમાં નવનિયુક્ત એસપીની નિમણૂક બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક. ભાજપના અગ્રણી અને રાજ્યસભાના સાંસદ ચુનીભાઇ ગોહેલેનો ડીજીપીને પત્ર. રાજ્યના ડીજીપીને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. સોમનાથ મંદિર વિસ્તારમાં દારૂ, જુગારની પ્રવૃત્તિ બેફામ બની.

એન.એ. કન્સ્ટ્રક્શનનું રૂ.1.77 કરોડનું કૌભાંડ

એન.એ. કન્સ્ટ્રક્શનનું રૂ.1.77 કરોડનું કૌભાંડ

એન.એ. કન્સ્ટ્રક્શનનું રૂ.1.77 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. ચાંદખેડા પોલીસ અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજાઈ. ચાર ટીમો આરોપીઓને પકડવા રવાના મુંબઈ, વડોદરા, નડિયાદ અને બોરસદ રવાના થઈ.

કર્મચારી લાંચ લેતા ઝડપાયો

કર્મચારી લાંચ લેતા ઝડપાયો

વરાછા જોનના વર્ગ-ત્રણનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો, વર્ગ-ત્રણનો કર્મચારી મહેશ છોટાલાલ રૂ. બે હજારની લાંચ લેતા ઝડપાયો.

ડેપ્યુટી મેયરની આવતીકાલે યોજાશે ચૂંટણી

ડેપ્યુટી મેયરની આવતીકાલે યોજાશે ચૂંટણી

આવતીકાલે ગાંધીનગરમાં ડેપ્યૂટી મેયરની ચૂંટણી યોજાશે. જેની તૈયારીમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરો કામે સક્રીય થઇ ગયા છે.

તાપીમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

તાપીમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

1 મેના રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ કરાઇ. તાપી ખાતે કરવામાં આવશે ઉજવણી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X