અમરેલી: રમતા-રમતા કાર લોક થઈ ગઈ, ગૂંગળાઈ જવાથી એક જ પરિવારના 4 બાળકોનાં મોત
Children died due to suffocation: અમરેલીથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ માતા-પિતાએ ખાસ ચેતવાની જરૂર છે. બનાવની મળતી માહિતી મુજબ, અમરેલીમાં કારમાં રમતા રમતા કારનો દરવાજો બંધ થઈ ગયો હતો અને ત્યારબાદ કારમાં રમી રહેલા બાળકોનો શ્વાસ રુંધાઈ ગયો હતો. કારમાં ગુંગળામણને કારણે ચારેય બાળકોના મોત થયા છે.
બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ સમગ્ર બનાવ બન્યો છે અમરેલી જિલ્લામાં. અમરેલી જિલ્લામાં આવેલ રાંઢીયા ગામમાં રમતા-રમતા બાળકો કાર સુધી પહોંચી ગયા હતા.
કારનો દરવાજો ખોલી રમતા-રમતા આ બાળકો કારની અંદર બેસી ગયા હતા પરંતુ આ બાળકોને ક્યાં ખબર હતી કે, કારનો દરવાજો બંધ થઈ થશે તો તેઓ શ્વાસ પણ નહીં લઈ શકે અને તેમનો શ્વાસ રુંધાઈ જશે.
આ બાળકો રમતા રમતા કારમાં તો બેસી ગયા અને થોડીવારમાં જ રમતા રમતા બાળકોના હાથથી કાર લોક થઈ ગઈ, બાળકો તો રમતમાં મસગૂલ હતા અને ધીમેધીમે કારમાં રમતા બાળકોનો શ્વાસ રુંધાવા લાગ્યો.

શ્વાસ રુંધાવાને કારણે બાળકો કારમાંથી નીકળવા માંગતા હશે પરંતુ કારનો દરવાજો લોક થઈ જવાથી બાળકો કારમાંથી નીકળી નહીં શક્યા હોય. સમગ્ર ઘટનામાં ચાર બાળકોના ગૂંગળાઈ જવાથી મોત થયા છે.
એક જ પરિવારના 2 દીકરી અને 2 દીકરાના મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યુ હતુ કે, રાંઢીયા ગામમાં રહેતા ભરત ભાઈ માંડવણીના ખેતરમાં મધ્યપ્રદેશના સોબીયાભાઈ મછાર સાત બાળકો સાથે રહે છે. ગત બે તારીખના રોજ સોબીયાભાઈ અને તેમની પત્ની મજૂરી કરવા ખેતરે ગયા હતા અને તેમના બાળકો તેમના ઘરે હતા.
આ દરમિયાન વાડી માલિકની કાર I-20 ઘરે જ હતી, તેમના સાત બાળકોમાં ચાર બાળકો પાસે આ કારની ચાવી આવી ગઈ અને તેઓ કારમાં બેસીને રમવા લાગ્યા. જોત જોતામાં કાર લોક થઈ ગઈ અને સમગ્ર ઘટના બની.












Click it and Unblock the Notifications
