એક નહીં ચાર-ચાર રેકોર્ડ, કારણ કે નાનું તો કંઇ હોતું જ નથી!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બર્થ ડે કંઇક સવિશેષ રહે તે માટેનો બનતો પ્રયાસ ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. એટલા માટે જ જ્યારે તેમના 66માં જન્મદિવસ પર નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત ત્યારે મોદીના આ જન્મદિવસ યાદગાર બની રહે તે માટે એક બે નહીં ચાર ચાર રેકોર્ટ સ્થપાય તેની તૈયારી કરવામાં આવી છે.

પહેલો રેકોર્ડ
સૌથી ઊંચી પિરામીડ કેક : મોદીના જન્મદિવસ પર 1 ટનથી વધુ વજન વાળી દુનિયાની સૌથી ઊંચી પિરામીડ કેક બનવાની છે. સુરતમાં કેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અને આ કેક પર દીકરીઓની ઉપલબ્ધિઓ લખવામાં આવશે.

બીજો રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે નવસારીમાં 11 હજાર દિવ્યાંગોને વિભિન્ન પ્રકારના સહાયક ઉપકરણોની કીટ આપશે. ત્યારે આમ કરીને મોદી એક નવો રેકોર્ટ સ્થાપશે જે દ્વારા તે મોટી સંખ્યામાં દિવ્યાંગોને આ રીતે સહાય ઉપલબ્ધ કરાવશે.

તીસરા રેકોર્ડ
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1000 બધિર બાળકોને કાનનું મશીન આપશે. જે પણ પોતાને રીતે એક રેકોર્ડ બનશે.

ચોથો રેકોર્ડ
તો ચોથા રેકોર્ડમાં મુજબ આ કાર્યક્રમમાં 1000થી વધુ દિવ્યાંગો એક વ્યૂહરચનામાં દિપ પ્રગટાવશે. ત્યારે આ તમામ રેકોર્ડને નોંધવા માટે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
