ભાવનગરમાં કારને અકસ્માત, સુરતનો પરિવાર ભડથું

રાજકોટ, 20 ઓક્ટોબરઃ શનિવારે મોડી રાત્રે ભાવનગરથી 25 કિમી દૂર નીરમા પાટિયા પાસે ટ્રક સાથે થયેલા એક અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યાં છે. ટ્રક સાથે અકસ્માત થયા બાદ કાર ધડાકા સાથે આગ લાગી હતી અને તેમા સવાર ચાર લોકોના મૃત્યુ થયા હતા. ચારેય લોકો એક જ પરિવારના હતા અને આ પરિવાર સુરતનો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બે વર્ષનો બાળકનો આબાદ બચાવ થયો છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની ઓળખ કરી લેવામાં આવી છે, અકસ્માતમાં જેમનું મૃત્યુ નીપજ્યુ છે, તેમાં વિનોદ મહેતા(62), હંસા મહેતા(56), સુદીપ મહેતા(29) અને માનસી મહેતા(25) છે. પોલીસે જણાવ્યા પ્રમાણે અક્સમાતનો ભોગ બનનાર પરિવાર સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ધરાવે છે અને તેઓ સુરતથી પાલીતાણા એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સીએનજી સંચાલિત કાર લઇને આવ્યા હતા.

bhavnagar-accident
આ કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી અને તુરત જ કારમાં આગ લાગી હતી. કાર નજીકથી પસાર થઇ રહેલા એક સાક્ષીએ જણાવ્યું છે કે, તેણે તુરત જ અકસ્માત થયેલ ઘટનાસ્થળે કારમાંથી બાળકને જીવંત બહાર કાઢ્યું હતું. જ્યારે ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પરિવાર, એક સભ્યને દીક્ષા અપાવવા માટે જૈન ગુરુ પાસે જઇ રહ્યાં હતા. પોલીસે ઘટના સ્થળે ડોક્ટર્સને બોલાવ્યા હતા અને પોસમોર્ટમ કરાવ્યું હતું, અકસ્માત એટલું ગંભીર હતું કે મૃતદેહોને હોસ્પિટલ લઇ જવાય તેવી સ્થિતિમાં નહોતાં. મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X