ગુજરાતમાં ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતો ઘટીને 40 રહી

આ પ્રસંગે ડેન્માર્કના ભારત ખાતેના રાજદૂત ફ્રેડી સ્વેન ઉપસ્થિત રહ્યાં હતાં. તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં આ અંગેનો સમજૂતીકરાર થયો હતો. ડેનિશ વોટર ફોરમે સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં પોતાનું કાર્યમથક સ્થાપવાનું નક્કી કર્યું તે ઘણી નોંધપાત્ર બાબત છે.
આ પ્રસંગે બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હતું કે રાજ્યના પ્રત્યેક ગામડાઓ અને શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર સફળ રહ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેને પરિણામે ફ્લોરાઇડયુક્ત પાણી મેળવતી વસાહતોની સંખ્યા છેલ્લાં થોડા વર્ષોમાં 4,187થી ઘટીને માત્ર 40 જેટલી રહી છે. આ પ્રસંગે ફ્રેડી સ્વેને પાણી પુરવઠાક્ષેત્રમાં ડેનિશ વોટર ફોરમની નિપુણતા, જ્ઞાન અને કાર્યપ્રણાલીના ઉચ્ચ ધારા-ધોરણોની ભુમિકા આપી હતી.
રાજકોટના મેયર જનકભાઇ કોટકે કહ્યું હતું કે ડેનિશ વોટર ફોરમે રાજકોટ શહેરમાં પાણીનું લીકેજ અટકાવવા અને ઘરેલુ પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવવા અંગે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય અનુભવનો ઉપયોગ કરીને વોટર ઓડિટ હાથ ધરવામાં આવશે અને પાણીના લીકેજ અંગેનો અંદાજ કાઢીને નોન-રેવન્યુ વોટર (એનઆરડબલ્યુ) ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ડેનિશ વોટર ફોરમના પ્રવક્તા અંશુલ જૈને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સ્થાપવામાં આવી છે, જે દુનિયાભરમાં આ પ્રકારની સૌથી મોટી વોટર ગ્રીડ છે. આ કારણોસર ડેનિશ વોટર ફોરમે પોતાનું કાર્યમથક સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે.
ઉલ્લેખનીય છે કે ડેનિશ વોટર ફોરમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ પીવાના શુદ્ઘ પાણી, વેસ્ટ વોટર અને જળસ્ત્રોતોના વિષયમાં જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પાણી પુરવઠાક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસોમાં કાર્યરત છે.












Click it and Unblock the Notifications
