ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી અક્ષરધામની મુલાકાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી અક્ષરધામની મુલાકાત

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પાટનગર ગાંધીનગરમાં આવેલા અક્ષરધામની મુલાકાત લીધી હતી. આ વર્ષે અક્ષરધામમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દીપોત્સવી પર્વનું આયોજન કરવામાં આવ્યુ હતું. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ સંસ્થાના વરિષ્ઠ સંતો પૂજ્ય ઇશ્વર ચરણ સ્વામી, પૂજય આનંદ સ્વરૂપ સ્વામી તથા પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે બેસીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

થરાદમાં પ્રેમી પંખીડાનો આપઘાત

થરાદમાં પ્રેમી પંખીડાનો આપઘાત

થરાદના દૂધવા ગામના પ્રેમીપંખીડા નામે વર્ષાબેન ઠાકોર(ઉ.વ.14) તથા કિર્તીભાઇ ગોરધનભાઇ ગાવરીયાએ ગામમાંથી નાસી ગયા બાદ વામી કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો. આ પ્રેમી પંખીડા અલગ અલગ સમાજના હતા અને બે દિવસ પહેલા ગામમાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે ગુરુવારે સાંજે થરાદના વામી નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી બન્નેના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢીને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

મગફળીના ટેકાના ભાવ 20 કિલોના રૂપિયા 844

મગફળીના ટેકાના ભાવ 20 કિલોના રૂપિયા 844

મગફળીના ટેકાના ભાવ લાભપાંચમે સરકાર જાહેર કરવાની હતી. તે મુજબ સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. મગફળી માટે સરકાર દ્વારા ટેકાના નક્કી કરવામાં આવેલા છે જે મુજબ ભાવ, 20 કિલોના ટેકાના ભાવ 844 રૂપિયા રહેશે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની મદદથી મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા 58 જેટલા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જ્યાથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. ખેડૂતોને ટેકાના ભાવથી રાહત મળી રહે તે માટે 100 કરોડની ફાળવણી કરીને ખરીદી કરવામાં આવશે.

પ્રેમી સાથેના શારિરીક સંબંધ બાદ પરિણીતા થઈ બેભાન

પ્રેમી સાથેના શારિરીક સંબંધ બાદ પરિણીતા થઈ બેભાન

સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા બિસ્કીટની બેકરીમાં મજૂરી કરી બિમાર પતિ અને એક દીકરી સાથે પોતાનું ગુજરાન ચલાવતી આ મહિલાએ ગુરૂવારના રોજ કામ પરથી છૂટયા બાદ પોતાની સાથે કામ કરતા કામદાર સાથે શારિરીક સંબંધમ માણ્યો હતો.અને ત્યાર બાદ તે ઘરે જવા નીકળી કામરેજ બસ સ્ટેન્ડ નજીક અચાનક ચક્કર આવ્યા હતા અને ગુપ્તાંગમાંથી લોહી નીકળવા માંડ્યું હતું . આ ઘટનાની જાણ થતા પરિવારજનો તેને સિવિલમાં લઈ ગયા હતા. ડોક્ટરે તપાસ કર્યા બાદ એવી શંકા વ્યક્ત કરી હતી કે મહિલા પર બળાત્કરા થયો હોવો જોઈએ. હાલમાં મહિલાના હાલત સ્થિર છે.

English summary
Read here, 4th november 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...