રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ગોંડલ નજીક આવેલા ભોજપરા અને બિલિયાળા ગામની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર અને બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ગોંડલ નજીક આવેલા ભોજપરા અને બિલિયાળા ગામની વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત થવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયે હતો, જે પોલીસે આવીને ક્લીયર કર્યો હતો.

accident on Rajkot Gondal National Highway

આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 2 લોકોને ગંભીર ઇજાઓ થઇ છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આ કારમાં સવાર લોકો સુરતથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે બગસરાના મુનજીયાસર ગામ તરફ જઇ રહ્યા હતા, જે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો.

રાજકોટથી ગોંડલ તરફ આવી રહેલી કારનું ટાયર ફાટતા, કાર રોંગ સાઈડમાં ફંટાઇ ગઈ હતી. જે કારણે સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિકો દ્વારા કારની બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ 108 સહિત પોલીસને જાણ કરવામાં આવી હતી.

accident on Rajkot Gondal National Highway

આ અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ હાઇવે ઓથોરિટીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે ગોંડલ તાલુકા પોલીસ પણ અકસ્માતની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

આ કારમાં સવાર 2 નાના બાળકોનો બચાવ થયો છે. જેમાં નાની 7 વર્ષીય બાળકી અને 11 વર્ષીય બાળક સમાવેશ થાય છે, પરંતુ બાળકની હાલત ગંભીર છે. જે કારણે બંનેને રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X