ગુજરાત રમખાણો સાથે જોડાયેલા 5 ભ્રમ જે હવે તૂટી ગયા

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોમાં મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે ગઇ કાલે રાહતના સમાચાર આવ્યા હતા. અમદાવાદ મેટ્રોપિલટિન કોર્ટ દ્વારા સીટને અહેવાલને માન્ય રાખી જાકિયા ઝાફરીએ કરેલી અરજીને ખારીજ કરી દીધી હતી. એ વાત જરા પણ છૂપી રહી નથી કે, ગુજરાતમાં રમખાણો થયા બાદથી નરેન્દ્ર મોદીની છબીને ખરડાવવા માટે તેમના વિરોધીઓ દ્વારા કોઇ કસર છોડવામાં આવી નથી. 2002થી લઇને અત્યારસુધી એવો એકપણ દિવસ નથી કે, જેમાં તેમના વિરોધીઓએ રમખાણોના દર્દને ખોતરવાનું કામ કર્યું ના હોય.

દર્દને ખોતરતા ખોતરતા તેઓ એ ભૂલી ગયા કે જનતા વચ્ચે તેમણે જે ભ્રામક સંદેશ પહોંચાડ્યો હતો, તેનો પર્દાફાશ થઇ ગયો છે. જી હાં, બની શકે છે કે, તમારા મનમાં 2002 સાથે જોડાયેલા કેટલાક ભ્રમ હોય. આવા જ પાંચ ભ્રમ જે હવે તૂટી ગયા છે, તેને અમે અહીં તસવીરો થકી પ્રસ્તૃત કરી રહ્યાં છીએ. આ અમે નહીં પરંતુ સીટના અહેવાલે તોડ્યા છે.

 

ત્રણ દિવસ બાદ બોલાવવામાં આવી સેન

ત્રણ દિવસ બાદ બોલાવવામાં આવી સેન

બધા જ એવું વિચારતા હતા કે રમખાણોને નિયંત્રિત કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસ બાદ સેના બોલાવી હતી, જ્યારે કે આ વાત એક દમ ખોટી છે. સીટના અહેવાલ અનુસાર 28 ફેબ્રુઆરીએ મોદીએ સેનાને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. સેનાને તુરંત સૂચના પણ આપવામાં આવી, પરંતુ તે દરમિયાન સેના બોર્ડર પર તેનાત હતી, તેથી 1 માર્ટ પહેલા સેના અહીં પહોંચી શકે તેમ નહોતી. એવું પણ કહેવામાં આવ્યું કે, મોદીએ રમખાણ રોકવાના પ્રયાસો કર્યા નથી, જ્યારે સત્ય એ છે કે રમખાણો શરૂ થતાં જ મોદીએ પોતાના પાડોસી રાજ્યો, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી પોલીસ ફોર્સ મંગાવી હતી. માત્ર મહારાષ્ટ્રએ બે કંપની ફોર્સ મોકલી. જ્યારે મધ્ય પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફોર્સ મોકલવાની ના પાડી દીધી હતી.

મોદી ક્યારેય રમખાણ પ્રભાવિત વિસ્તારમાં ગયા નથી

મોદી ક્યારેય રમખાણ પ્રભાવિત વિસ્તારમાં ગયા નથી

આ એ ભ્રમ છે, જેને જોર શોરથી પ્રસારિત કરવામાં આવ્યો, જ્યારે સીટના એહવાલ અનુસાર, નરેન્દ્ર મોદી, તત્લાકિન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સાથે 3 માર્ચ 2002ના રોજ જ રમખાણ પ્રભાવિત વિસ્તારમાં ગયા હતા. જેના બીજા દિવસે મોદી અને અડવાણીએ સૌરાષ્ટ્ર અને ભાવનગરના રમખાણ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી. મોદીના પ્રયાસોના કાણે જ એક મદરેસામાં કેદ 500 છાત્રોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, અમદાવાદના વિસ્તારોની મુલાકાત 5 માર્ચે લીધી હતી.

રાહત શિવિરો માટે કંઇ ખાસ કર્યું નથી

રાહત શિવિરો માટે કંઇ ખાસ કર્યું નથી

તાજેતરમાં મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, મુજફ્ફરનગર રમખાણ માટે લગાવવામાં આવેલી રાહત શિવિરોમાં રમખાણ પીડિત નહીં પરંતુ વિભિન્ન રાજકીય દળોના લોકો રહી રહ્યાં છે. બધાએ આ વાત પર વિશ્વાસ કરી લીધો, પરંતુ મોદીએ રાહત શિવિરો માટે શું કર્યુ હતુ. મોદીએ એક-એક શિવિરમાં રાહત સામગ્રી પહોંચાડવા માટે જાતે પ્રયાસો કર્યા. એટલે સુધી કે તેમની દેખરેખ માટે જે કમિટિ બનાવવામાં આવી, તેના અધ્યક્ષ રાજ્યપાલને બનાવવામાં આવ્યા. આ કમિટિમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, નેતા વિપક્ષ નરેશ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, સેવા સંસ્થાના ઇલાબેન ભટ્ટ, સાબરમતી આશ્રમના પદ્મશ્રી ઇશ્વરભાઇ પટેલને સામેલ કરવામાં આવ્યા.

બેઠકમાં મોદીએ કહ્યું કે હિન્દુઓને પોતાનો ગુસ્સો કાઢવા દો

બેઠકમાં મોદીએ કહ્યું કે હિન્દુઓને પોતાનો ગુસ્સો કાઢવા દો

એ એક સૌથી મોટું જુઠ્ઠાણુ છે, જેને ફેલાવવાના પ્રયાસો મોદીના તમામ વિરોધીઓએ કર્યા. સીટના અહેવાલ અનુસાર બેઠક 27 ફેબુરઆરી 2002એ ગુજરાતની સમિક્ષા માટે હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ સહિત તમામ સભ્યોએ કહ્યું કે આવુ કંઇપણ મુખ્યમંત્રીએ કહ્યું નહોતું. જ્યારે મોદીએ તો અધિકારીઓને સખત નિર્દેશ આપ્યા હતા કે તે ઝડપભેર શાંતિ સ્થાપવા માટે જરૂરી પગલા ઉઠાવે. આ બેઠકમાં એકપણ રાજકીય વ્યક્તિ ઉપસ્થિત નહોતા.

ન્યાય માટે ઇમાનદારીથી લડી રહ્યાં છે સંજીવ ભટ્ટ

ન્યાય માટે ઇમાનદારીથી લડી રહ્યાં છે સંજીવ ભટ્ટ

બધા જ એવું વિચારી રહ્યાં છે કે, સંજીવ ભટ્ટ એક પ્રામાણિક અધિકારી છે અને ન્યાય માટે લડી રહ્યાં છે. હવે તેમના તમામ આરોપો ખારીજ થઇ ગયા છે, કારણ કે મોટાભાગના આરોપ સંજીવ ભટ્ટ દ્વારા લગાવવામાં આવ્યા હતા, જેથી સીટના અહેવાલ બાદ તેમની ઇમાનદારી પર ચર્ચા કરવી એ બઇમાની હશે. સંજીવ ભટ્ટે કહ્યું કે, બેઠકમાં તેમની સાથો-સાથ ડીજીપી કે ચક્રવર્તી હતા, જ્યારે ચક્રવર્તીએ કહ્યું છે કે, તેઓ બેઠકમાં સંજીવ ભટ્ટ સાથે નહોતા.

English summary
In modern day India, Narendra Modi's "alleged role" in 2002 represents the tallest towers of treachery, constructed on the pillars of lies, insinuations and distortions. After yesterday's Ahmedabad Metropolitan court order, it becomes imperative to clear the cobwebs of doubt and let the truth shine.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.